લોકો માટે જોખમી દોરી:પતંગની દોરીથી બાઇક સવાર આધેડને ગળે ઇજા

વડોદરા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • શહેરના ખાસવાડી સ્મશાન પાસે બનેલી ઘટના

શહેરના ખાસવાડી સ્મશાન નજીકથી બાઇક લઇને પસાર થઇ રહેલા આધેડના ગળામાં અચાનક પતંગની દોરી ફસાઈ જતાં તેમને ગળાના ભાગે ઈજાઓ પહોંચી હતી. ઉતરાયણ પર્વ દરમિયાન પતંગ ચગાવવા માટે વપરાતી દોરી લોકો માટે જોખમી બનતી હોય છે. દોરીના કારણે લોકોને ગંભીર ઇજા પહોંચે છે અને કેટલીકવાર મોત પણ નીપજે છે. ત્યારે રવિવારે દોરીના કારણે એક આધેડનું ગળું ચીરાઈ જતાં દોડધામ મચી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર રાવપુરા મચ્છીપીઠમાં રહેતા 51 વર્ષના ઐયુબખાન ઉસ્માનખાન પઠાણ એસએસજી હોસ્પિટલમાં સેવા આપે છે. રવિવારે તેઓ પોતાના ઘરેથી બાઇક લઈ એક વ્યક્તિની અંતિમવિધિ માટે સાંજે ખાસવાડી સ્મશાન ખાતે જઈ રહ્યા હતા. તે સમયે ખાસવાડી સ્મશાન નજીક તેઓના ગળામાં પતંગની દોરી ફસાઈ હતી. જેમાં તેઓનું ગળું ચીરાઈ જતા તેમને તાત્કાલિક સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની માત્ર ગળાની ચામડી ચીરાઈ હોવાનું જાણવા મળતા રાહત થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...