વડોદરાના ક્રાઇમ ન્યૂઝ:માંજલપુરમાં ગાયની અડફેટે બાઇક ચાલક ઘાયલ, યુવતી સાથે મિત્રતા કેળવી યુવકે વાંરવાર દુષ્કર્મ આચર્યું

વડોદરા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

વડોદરામાં રખડતાં ઢોરનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. જેમાં આજે માંજલપુર વિસ્તારમાં ગુરૂકૃપાનગરમાં રહેતા અશોકભાઇ પરમાર બાઇક લઇને પસાર થઇ રહ્યા હતા ત્યારે તેમને ગાયે અડફેટે લીધા હતા. જેથી તેમને નાક, હોઠ અને પીઠ પર ઇજાઓ થતાં સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ બાજવા ખાતે એક આધેડ પર ગાયે હુમલો કરતા તેઓ લોહીલુહાણ થઇ ગયા હતા અને રાહદારીઓએ માંડ તેમનો જીવ બચાવ્યો હતો. શહેરમાં રખડતા ઢોરના કારણે લોકો ઘાયલ થવાના છાશવારે બનાવો બની રહ્યા છે.

માંજલપુરમાં ભૂતકાળમાં સાથે અભ્યાસ કરતી યુવતી પર દુષ્કર્મ
શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતી એક યુવતી સાથે તેની સાથે ભૂતકાળમાં અભ્યાસ કરતા યુવક કોમિલ પ્રમોદ તિવારીએ મિત્રતા કેળવી હતી. ત્યારબાદ તે યુવતીને શહેરની જુદી જુદી હોટલમાં લઇ ગયો હતો અને મરજી વિરૂદ્ઘ દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં પરંતુ સૃષ્ટી વિરૂદ્ઘનું કૃત્ય પણ કર્યું હતું.

આરોપીની અટકાત
થોડા સમય બાદ કોમિલ તિવારીએ યુવતીને ધમકી આપી હતી કે, જો હું બોલાવું ત્યારે તું મળવા નહીં આવે તો તારા પરિવારના આ સંબંધો વિશે જાણ કરીશ તેમજ તને જાનથી મારી નાખીશ. જેથી કોમિલની અવરનવારની આવી માગણીઓથી કંટાળી યુવતીએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં કોમિલ તિવારી સામે દુષ્કર્મ અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ દાખલ કરાવી છે. પોલીસે આ મામલે હાલ આરોપીની અટકાયત કરી તેનો કોરોના ટેસ્ટની કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પાણીગેટમાં કાર ઓનલાઇન બુક કરાવી પાછી જ ન આપી
ઝૂમ કાર ઓનલાઇનમાં કામ કરતા પ્રવિણભાઇ રાજપૂતે ઝૂમકાર એપ્લિકેશનમાં હર્ષ શાહ નામના વ્યક્તિનું ઓનલાઇન બુકિંગ કરી કસ્ટમર આકાશ લાલવાણી નામના વ્યક્તિને વડોદરાના વારસિયા-ડભોઇ રિંગ રોડ પર રહેતા મીતાબેન રાજાણીની ટાટા નેક્સોન કાર ગત સપ્ટેમ્બર મહિનામાં લઇ જવામાં આવી હતી. કાર પરત માગતા એક લાખ ઉપરાંતની રકમની માગણી કરવામાં આવતા આખરે કાર માલિક મહિલાએ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ઠગાઈની ફરિયાદ નોંધાવી છે.