તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:વડોદરામાં વીઆઇપી રોડ ઉપર ટેમ્પો ટ્રાવેલર્સની ટક્કરે બાઇક ચાલકનું મોત

વડોદરા10 મહિનો પહેલા

લોકડાઉનમાં વડોદરા શહેરના વી.આઇ.પી. રોડ એલ.એન્ડ સર્કલ પાસે ટેમ્પો ટ્રાવેલર્સ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક ચાલકનું સ્થળ પર કરૂણ મોત નીપજ્યું હતું. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા શહેરના વી.આઇ.પી. રોડ ઉપર એલ. એન્ડ ટી. સર્કલ પાસેથી પસાર થઇ રહેલા બાઇક ચાલકને પસાર થઇ રહેલ ટેમ્પો ટ્રાવેલર્સે ટક્કર મારતા બાઇક ચાલક ફંગોળાઇ ગયો હતો. બાઇક ચાલક ફંગોળાતા તેણે માથમાં ગંભીર ઇજા પહોંચતા સ્થળ પરજ તેનું મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ પોલીસને થતાં પોલીસ દોડી આવી હતી. અને લાશનો કબજો લઇ પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપી હતી.

સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ આક્ષેપ કર્યો હતો કે, લોકડાઉનનો અમલ થતો નથી. તે આ અકસ્માત પુરાવો છે. વડોદરા શહેરના ખુલ્લા માર્ગો ઉપર ટુ-વ્હિલર અને ફોર વ્હિલર ચાલકે બેફામ ગાડીઓ ચલાવી રહી છે. આ ઉપરાંત પોલીસ તંત્ર દ્વારા એક સાઇડનો રોડ બંધ કર્યો હતો. અપ એન્ડ ડાઉન વાહનો એકજ માર્ગ દોડતા હોવાથી અકસ્માતનો આ બનાવ બન્યો છે. જો બંને બાજુનો રોડ ચાલુ હોત તો કદાચ આ યુવાનને અકસ્માત નડ્યો ન હોત.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો