• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Bhuvani Took Leave To Get Vaccinated In Vadodara District, Vaccination Increased After Camp In Mosque, Vaccinated In Villages Of Chhota Udepur Though Not Corona

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:વડોદરા જિલ્લામાં રસી લેવા માટે ભૂવાની રજા લીધી, મસ્જિદમાં કેમ્પ બાદ વેક્સિનેશન વધ્યું , છોટા ઉદેપુરનાં ગામડાંમાં કોરોના નહીં છતાં રસી લીધી

વડોદરા, છોટા ઉદેપુર, કરજણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છોટા ઉદેપુરનાં ગામડાંમાં 100 ટકા વેક્સિનેશન, કરજણમાં માત્ર 5 કર્મીએ 54 હજારને રસી મૂકી
  • વડોદરામાં હાલમાં પહેલા ડોઝનું રસીકરણ 120 ટકાથી વધુ પહોંચી ગયું છે. બીજા ડોઝમાં 80 ટકાની આસપાસ.
  • બડવાજીના દાણા-વિધિથી કોરોના ગામમાં કોઇને થયો નહીં, છતાં વેક્સિનેશનમાં પહેલો ડોઝ 100% થયો.
  • વડોદરા જિલ્લામાં 98 ટકા લોકોને પ્રથમ ડોઝ અપાયો છે. જયારે બીજા ડોઝની ટકાવારી 93 ટકા નોંધાઇ છે.

વડોદરા જિલ્લાના ચાર ગામોમાં વેક્સિનેશનની સ્થિતિ શું છે તેના વિશે એક ગ્રાઉન્ડ રિપોર્ટ કરતા જાણવા મળ્યું કે ગામડાઓમાં આ મહામારી સામે એકાદ વર્ગના લોકો રસીકરણ માટે બિલકુલ તૈયાર થતા ન હતા.પહેલો ડોઝ માંડ માંડ લીધો પણ હવે કોરોનાના કેસો ઘટી જતાં આરોગ્ય વિભાગના સેંકડો ફોન છતાં કેટલાક ચોક્કસ વર્ગના લોકો બીજો ડોઝ લેવા જતા નથી. જે મહામારી નાથવામાં સૌથી મોટી પીછેહટ પૂરવાર થઇ શકે છે.

છોટાઉદેપુરના ગામડામાં કોરોનામાં બડવાના ભરોસે રહેલા લોકોએ વેક્સિન આવતા જાગૃતિ દાખવીને મૂકાવી રહ્યા છે. આ જિલ્લામાં પ્રથમ ડોઝની ટકાવારી 85 ટકા અને બીજા ડોઝની ટકાવારી 55 ટકા નોંધાઇ છે. વડોદરા શહેરમાં તાંદળજામાં મે મહિનો પૂરો થાય તે અગાઉ સામાજિક કાર્યકરો મસ્જિદોના ટ્રસ્ટીઓ પાસે જઇને તેમને સમજાવ્યા, ત્યારપછી તેમની અપિલના પગલે રસીકરણનો ધમધમાટ શરૂ થયો છે. મે મહિના સુધી જ્યાં કેટલાક વિસ્તારોમાં રસીકરણ 5 ટકા પણ ન હતું ત્યાં હવે 70 ટકાની આસપાસ છે.

વડોદરા શહેર 100 ટકા લોકોને પ્રથમ ડોઝ અપાઈ જતાં ડર દૂર થયો
શહેરમાં સર્વિસ ક્લાસ વધુ હોવાથી કંપનીઓ, ઉદ્યોગો, વ્યવસાયિક અને વ્યાપારિક સંસ્થાનો, સ્કૂલોએ પોતાના કર્માચરીઓને રસી મૂકવાનો વિશેષ આગ્રહ કરતા રસીકરણ અહીં વધુ થયું છે. શહેરમાં વેક્સિનેશન બાદ લોકોએ માસ્ક પહેરવાનું ઓછું કર્યું હોવાનું લોકોએ કબૂલ્યું હતું. તાંદળજામાં તો વેક્સિનેશન માટે પણ મુસ્લિમ સમુદાયના લોકોએ વિરોધ કર્યો હોવાનું તબીબ અને સામાજિક કાર્યકરે જણાવ્યું હતું. મસ્જિદોમાં રસીકરણના કેમ્પો યોજવામાં આવ્યાં અને રસીકરણનો બીજો ડોઝ લક્ષ્યાંકના 100 ટકા તરફ ઝડપથી જઇ રહ્યો છે. શહેરમાં સર્વિસ ક્લાસ વધુ હોવાથી કંપનીઓ, ઉદ્યોગો, વ્યવસાયિક અને વ્યાપારિક સંસ્થાનો, સ્કૂલોએ પોતાના કર્માચરીઓને રસી મૂકવાનો વિશેષ આગ્રહ કરતા રસીકરણ અહીં વધુ થયું છે.

કરજણમાં રસીકરણ 50 ટકા કરતાં પણ નીચે
કરજણમાં આરોગ્ય વિભાગના માત્ર 5 કર્મચારીઓએ 27 હજારના લક્ષ્યાંક સામે 200 ટકા જેટલું એટલે કે 54 હજાર લોકોનું રસીકરણ કર્યું છે. અહીં રાત્રે 12 વાગ્યા સુધી વેક્સિનેશન કરાવ્યું, હજારો મેસેજિસ કરીને લોકોને બોલાવ્યા, છેવટે આ સિદ્ધિ મેળવી શક્યા. દશરથ ગામના ભુવાજી અરવિંદભાઇએ કહેતા આ મહોલ્લામાં રસીકરણ થયું હતું. અરવિંદભાઇએ કહ્યું કે, ‘મેં કોઇને ના નહોંતી પાડી પણ જ્યારે સમજાવવા ગયો ત્યારે લોકો પોતે કહેતા કે અમને કંઇ થાય તો તમે જવાબદારી લેશો ? ત્યારે મારે પણ એક તબક્કે પીછેહટ કરવી પડી હતી. જોકે પછી લોકોએ સાથ આપ્યો હતો. ડભોઇમાં સરકારી દાવો બીજા ડોઝના 60 ટકા રસીકરણનો છે પણ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ અહીં બીજા ડોઝનું રસીકરણ 50 ટકાી પણ નીચું છે.

છોટાઉદેપુરમાં ભૂવાના દાણા પર રસી લેવાય છે!
છોટાઉદેપુરના પાનવડના રસ્તે આઠ કિમી દૂર અંતરિયાળ ગામ ભૂમસવાડામાં સાત ફળિયા છે. આ ગામના લોકોએ જણાવ્યું કે, અમારા ગામના બડવાજી( ભૂવા) પરંપરાગત છે. તેઓ અમારા દેવના સ્થાનકમાં આવેલા દેવ કાલુરાણા દેવ, બાબા હુલલ, રાણી કા જલ અને દેવનો દરવાજોને પૂજે છે, દાણા નાંખે છે. છેલ્લે દાણા નંખાયા ત્યારે કોરોના જેવા રોગથી ગામના રક્ષણની માગણી કરી હતી. પછી ગામમાં કોઇને કોરોના થયો નથી. છતાં અહીં પહેલો ડોઝ બધાએ લીધો છે. હવે જ્યારે બડવો કહેશે ત્યારે દાણા છૂટા કરાશે. ઉલ્લેખનીય છે કે, દાણા નંખાયા બાદ ગામમાં કોઇ સામાજિક પ્રસંગો કરવામાં આવતા નથી. ગામમાં કોઇ તળેલું પણ બનાવીને ખાતુ નથી. જિલ્લાના ગામડાં તો ઠીક કવાંટ અને છોટાઉદેપુરમાં પણ ભાગ્યે જ માસ્ક પહેરેલા જોવા મળે છે.

બડવા રજા આપશે ત્યારે બીજો ડોઝ લેવાશે
છોટાઉદેપુરના પાનવડના રસ્તે આઠ કિમી દૂર અંતરિયાળ ગામ ભૂમસવાડામાં કોરોના કાળમાં ભૂવા- બડવાએ દાણા નાખ્યા હતા કે કોરોના ન આવે. જોકે કોઈને કોરોના થયો નથી, છતાં તમામ લોકોએ પહેલો ડોઝ લઈ લીધો છે. હવે જ્યારે બડવો કહેશે ત્યારે દાણા છૂટા કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...