કામગીરી:કમલાનગર પાસેના ભૂવાનું પુરાણ રૂા.13 લાખમાં પડ્યું

વડોદરા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 4 મહિના પૂર્વે ડ્રેનેજ લાઇનમાં ભૂવો પડયો હતો
  • ખર્ચને મંજૂરી આપતી દરખાસ્ત રજૂ કરાઇ

શહેરના આજવા રોડ કમલાનગર પાસે પડેલા ભુવાનું પુરાણ પાલિકાને રૂ 13 લાખમાં પડ્યું છે. પાલિકાના પૂર્વ ઝોનના વહીવટી વોર્ડ નંબર નવમાં કમલાનગર વિસ્તારની આશીર્વાદ સોસાયટી આશાલતા સોસાયટી સુહાસ પાર્ક આશાનગર આદર્શ સોસાયટી સમૃદ્ધિ સોસાયટી ભરવાડ નગર ઈન્દ્રપ્રસ્થ વગેરે સોસાયટીનું ડ્રેનેજ કમલાનગર તળાવથી સરદાર એસ્ટેટ ચાર રસ્તા થઇ સરદાર એસ્ટેટ પમ્પીગ સ્ટેશનમાં જતી ડ્રેનેજ લાઈન માં આવે છે.

કમલા નગર તળાવ પાસેના મંદિર નજીક ડ્રેનેજ લાઈનમાં ચાર મહિના પહેલા ભંગાણ પડયું હતું.આ ભંગાણના મરામતની કામગીરી નો રૂ. દસ લાખનો અંદાજ ડ્રેનેજ વિભાગે તૈયાર કર્યો હતો અને 27 ટકા વધુ ની ઓફર પાલિકાને મળતા તેમાં 3 % નો ઘટાડો કરાયો હતો.જોકે, રૂ 13 લાખના ખર્ચે વગર ટેન્ડરે આ કામગીરી પૂરી કરાવી હતી અને તેના ખર્ચ ની જાણ કરતી દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજુ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...