તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નારાજગી:ભિલાડ ટ્રેનને રિઝર્વ કરવા સામે આંદોલનની ચીમકી, ૩ સપ્ટે.થી શરૂ થતી ભીલાડ ટ્રેન દહાણુ સુધી જશે

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદ મેમુ પણ વધેલા ભાડા સાથે શરૂ થશે

નોકરિયાત વર્ગ અપડાઉન કરનારા અને પાસ હોલ્ડરમાટે ઉપયોગી વડોદરા ભીલાડ ટ્રેનને કોરોના મહામારી દરમિયાન બંધ કર્યા પછી 3 સપ્ટેમ્બરથી ફરી શરૂ કરાશે. દહાણુ સુધી લંબાવાયેલી આ ટ્રેન રિઝર્વ તરીકે શરૂ થનાર હોવાથી પેસેન્જર એસોસિએશનમાં નારાજગી ફેલાઈ છે. આ ટ્રેનમાં અગાઉ 6 કોચ પાસ હોલ્ડર ના અને અને બાકી જનરલ તરીકે કાર્યરત હતી. બીજી તરફ અમદાવાદ મેમુ ટ્રેનનું ભાડુ રૂા. 25થી વધારીને 55 કરી દેવાતા પણ નારાજગી ફેલાઇ છે. અા મુદે પેસેન્જર અેસો.અે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

વડોદરાથી આગામી 3 સપ્ટેમ્બરના રોજ વડોદરા અમદાવાદ અપડાઉન કરનારા માટે ખાસ ઉપયોગી ટ્રેન હતી તે અમદાવાદ-વડોદરા લોક સંપર્ક મેમુ ટ્રેન ફરી શરૂ થવા જઈ રહી છે. આ ટ્રેન વડોદરા થી 6:30 વાગે ઉપડશે અગાઉ આ ટ્રેન 8 વાગે ઉપડતી હતી. આ સાથે આ ટ્રેનને હવે સ્પેશિયલ કેટેગરીના વાઘા ચઢાવી દેતાં રૂા. 25ને બદલે રૂા.55 ભાડુ વસુલાશે. જે અંગે પણ અપડાઉન કરનારાઓમાં નારાજગી જોવા મળી રહી છે. વેર્સ્ટન રેલવે પેસેન્જર એસોસિએશનના પ્રમુખ મોહમ્મદ હબીબ લોખંડવાલાએ જણાવ્યું હતું કે ભિલાડની સવિધા છીનવાતા અને મેમનું ભાડુ વધારાતા આંદોલન કરવું પડશે.

અન્ય સમાચારો પણ છે...