તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ભેજાબાજોએ નકલી રેમડેસિવિર મોરબીમાં પણ વેચ્યાની કબૂલાત

વડોદરા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • નકલી રેમડેસિવિર ઇન્જેક્શનમાં પોલીસના આણંદમાં ધામા
  • આણંદના જતીન પટેલ-નઇમબેન વોરાને ત્યાં પોલીસ તપાસ

રાઘવપુરાના ડોન્કી ફાર્મ હાઉસમાં પકડાયેલા નકલી રેમડેસીવીર કેસમાં પોલીસની ટીમ આણંદ પહોંચી છે અને જયમન ફાર્માના જતીન પટેલ તથા નઇમબેન વોરાની દુકાન તથા નિવાસસ્થાને દરોડા પાડી તપાસ શરુ કરી હતી. બીજી તરફ બહાર આવ્યું હતું કે, વિવેક મહેશ્વરી અને અમદાવાદના નિતેશ જોશીની સાથે અમદાવાદનો દિશાંત માલવીયા નામનો શખ્સ પણ કૌભાંડનો માસ્ટર માઇન્ડ છે. ત્રણેય જણાએ ભેગા મળીને અમદાવાદમાં બેઠક કરી નકલી ઇંજેકશન બનાવવાનો કારસો રચ્યો હતો.

ડોન્કી ફાર્મમાં વિવેક માહેશ્વરી અને નિતેશ જોષી મળીને એન્ટી-બાયોટિક ઇન્જેક્શન પર જાણીતી ફાર્મા કંપનીઓના રેમડેસિવિરના બોગસ સ્ટિકર લગાવી નકલી ઇન્જેક્શન બનાવવાના કેસ તપાસમાં શનિવારે ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એમ.આર.સોલંકી ટીમ સાથે આણંદ પહોંચ્યા હતા અને નઇમબેન વોરાની મેડીકલ શોપ તથા ઘરે તપાસ કરી હતી. જયમન ફાર્માના જતીન પટેલની શોપમાં પણ પોલીસે મોડી સાંજ સુધી તપાસ કરી પંચનામું કર્યું હતું. તપાસમાં બહાર આવ્યું હતું કે, વિવેક, નિતેશ અને દિશાંતે અમદાવાદમાં મિટીંગ કરીને નકલી ઇન્જેક્શન બનાવાનો કારચો રચ્યો હતો. નિતેશ અને દિશાંતે અમદાવાદમાં 1 હજાર, મોરબીમાં 100 ઇંજેકશન વેચ્યા હતા.

અમદાવાદ પોલીસે નિતેશને પકડ્યા બાદ નકલી ઇન્જેકશનનો ઘટસ્ફોટ થયો
અમદાવાદ પોલીસના હાથે નરોડાનો નિતેશ જોષી પકડાયો છે જે વિવેક મહેશ્વરીનો સાથીદાર છે. તેની તપાસમાં તે અને વિવેક તથા દિશાંત નકલી ઇંજેકશ્ન બનાવતા હોવાનું બહાર આવતા અમદાવાદ પોલીસે વડોદરા પોલીસને જાણ કરી હતી જેથી વડોદરા પોલીસે પકડેલા ઇંજેકશન કોઇહોસ્પિટલને આપવાના હોવાથી આ કૌંભાડ બહાર આવતાં જ પોલીસે ઇંજેકશન જપ્ત કરી દીધા હતા અને હોસ્પિટલને સોંપ્યા ન હતા. તેમના અન્ય સાથીદાર દિશાંત માલવીયાની પણ શોધખોળ કરાઇ રહી છે.

ત્રિપુટીએ ગધેડીના દૂધમાંથી કોસ્મેટિક બનાવી વેચવાનો પ્રયાસ કર્યો હતો
પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે વિવેક, દિશાંત અને નિતેશે ત્રણ માસ પહેલા સાથે મળીને ગધેડીના દુધના પાવડરમાંથી કોસ્મેટીક બનાવ્યું હતું અને તેને બજારમાં વેચવાનો પ્રયાસ કર્યો હતો. જો કે તેમાં તેમને નિષ્ફળતા મળી હતી જેથી ત્રણેય જણાએ ફરીથી મિટીંગ કરી એન્ટીબાયોટીકમાં રેમડેસીવીરનાલેબલ લગાડી વેચવાનો કારસો રચ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો