ક્રાઇમ:150 લોકોના અઢી કરોડ લઇ 2 વર્ષથી ફરાર ભેજાબાજ ઝડપાયો

વડોદરા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બિટકોઇનમાં રોકાણ કરાવી ત્રણ ગણી રકમની લાલચ આપી હતી

બે વર્ષ પહેલાં રોકાણકારોને બીટ  કોઈન અને ફોરેક્ષ ટ્રેડીંગમાં રોકાણ કરી એકના ત્રણ ગણા કરવાની લાલચ આપી અઢી કરોડનું ફૂલેકું ફેરવી ફરાર થઇ ગયેલા ભેજાબાજ હસનખાન પઠાણને શહેર એસઓજી   પોલીસે ઝડપી લીધો હતો. બીટકોઈન અને ફોરેક્સ ટ્રેડિંગમાં લોકોને પોતાના નાણાનું રોકાણ કરવાની લાલચ આપી એકના ત્રણ ગણા કરવાનું પ્રલોભન આપી હસનખાન પઠાણે દોઢસોથી વધુ  રોકાણકારો પાસેથી રૂા. બેથી અઢી કરોડ ઉધરાવી ફરાર થઈ ગયો હતો.

150થી વધુ ગ્રાહકોએ બેથી અઢી કરોડનું રોકાણ કર્યું
શહેર એસઓજી પીઆઇ એમ આર સોલંકી, પીઆઇ વી બી આલની ટીમ અને એએસઆઇ કેસરીસિંહ માધવસિંહને બાતમી મળી હતી કે હસનખાન ગોધરાથી નવાયાર્ડમાં રહેતી તેની પત્નીને મળવા આવવાનો છે. બાતમીથી પોલીસે નવાયાર્ડમાં નાળા ચાર રસ્તા પાસે વોચ ગોઠવી હસન ખાન રહીમ ખાન પઠાણ (રહે. અર્જુનભાઈ ની ચાલ નવા યાર્ડ )ને ઝડપી લીધો હતો.તેની સામે  2018માં છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો. ક્રાઈમ બ્રાન્ચે તેનો કબજો મેળવી વધુ તપાસ શરૂ  કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે હસનખાન પઠાણે 2017માં ડભોઇ રોડ નારાયણ હાઈટ્સ બિલ્ડિંગમાં ફોરેક્ષ અને બીટકોઈન ટ્રેડિંગ કંપની ચાલુ કરી હતી અને ગ્રાહકોને 100 દિવસમાં નાણાં બમણા કરી આપવા ની લાલચ આપતાં 150થી વધુ ગ્રાહકોએ બેથી અઢી કરોડનું રોકાણ કર્યું હતું.

હસન પઠાણ છ મહિના સુધી ઓફિસ ચાલુ રાખી ગ્રાહકો ના બેથી અઢી કરોડ રૂપિયા પડાવી છ મહિનામાં જ ઓફિસ બંધ કરી તે ફરાર થઈ ગયો હતો. ગુનો દાખલ થતાં તે ઇન્ડોનેશિયા અને થાઇલેન્ડ જતો રહ્યો હતો ત્યાં જ 6 મહિના રોકાયો હતો ત્યારબાદ તે દોઢ વર્ષથી ગોધરા આવીને તેની બહેનના ઘરે જ રહેતો હતો.

અન્ય સમાચારો પણ છે...