તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તપાસ:ડુપ્લીકેટ માર્કશીટ કૌભાંડમાં મહારાષ્ટ્ર બોર્ડ ઓફ હાયર સેકેન્ડરી સંસ્થાનો ભેજાબાજ ઝડપાયો

વડોદરા5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ભેજબાજે 5000 જેટલી ડુપ્લીકેટ માર્કશીટનો વેપલો કર્યો છે
 • પીસીબીએ તલસ્પર્શી તપાસ હાથ ધરી

વડોદરા શહેરમાં તાજેતરમાં ઝડપાયેલા ડુપ્લીકેટ માર્કશીટ કૌભાંડમાં પીસીબીની ટીમે મહારાષ્ટ્ર બોર્ડ ઓફ હાયર સેકેન્ડરી નામની સંસ્થાના ભેજાબાજ સંચાલકની મહારાષ્ટ્રના ધુલિયા ખાતેથી ઝડપી લીધો છે. તેને અત્યાર સુધી 5000 જેટલા સર્ટિફિકેટનો વેપલો કર્યો હોવાનું સપાટી પર આવતા ક્યાં ક્યાં રાજ્યના કેટલા વિદ્યાર્થીઓએ આ બોગસ સર્ટિફિકેટનો ઉપયોગ કરી એડમિશન લીધુ છે તે અંગેની પોલીસે તપાસ શરૂ કરી છે.

વડોદરાની પીસીબીની ટીમે ગત 7મી તારીખે ઝડપાયેલા સટ્ટોડીયાના મિત્ર નોયલ ઉર્ફે નોવેલ અરોરાએ મોબાઈલમાં મોકલેલા માર્કશીટના ફોટાના આધારે બોગસ માર્કશીટ કૌભાંડ ઝડપી પાડ્યું હતું. આ ગુનામાં પોલીસે નોવેલ પરેરાના મિત્ર જીગર રમેશ ગોગરાને ઝડપી પાડી તેની પાસેથી માર્કશીટ જપ્ત કરી હતી. જેની ખરાઈ કરતા તે બોગસ હોવાનું સપાટી પર આવ્યું હતું. આ બનાવની તપાસમાં પોલીસે મહારાષ્ટ્ર બોર્ડ ઓફ હાયર સેકેન્ડરી નામની ખોટી સંસ્થા ઉભી કરનાર મહારાષ્ટ્રના ધુલીયા પ્રભાતનગરના દિલીપ નારાયણ મોહિતેને ઝડપી પાડ્યો હતો.

તેની પૂછપરછમાં તેણે 5000 જેટલા વિદ્યાર્થીઓને બોગસ સર્ટિફિકેટ આપ્યા છે. આ સર્ટિફિકેટ તેને ગુજરાત સહિત અન્ય ક્યાં ક્યાં રાજ્યના વિદ્યાર્થીઓને આપ્યા છે, આ સર્ટિફિકેટની મદદથી કેટલા વિદ્યાર્થીઓ હાલમાં અભ્યાસ કરે છે અને કેટલા વિદેશમાં એડમિશન મેળવી ત્યાં ગયા છે તે અંગેની પીસીબીએ તલસ્પર્શી તપાસ હાથ ધરી છે.

આરોપી નોયલ ઉર્ફે નેવલે બોગસ સર્ટીની મદદથી એમ.એસ.યુનિમાં એડમિશન લીધું સટ્ટોડિયાના મોબાઈલમાં નોયલ ઉર્ફે નેવલ પરેરાએ માર્કશીટના ફોટા મોકલ્યા હતા. જેના આધારે પીસીબીએ આ કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. પીસીબીની તપાસમાં નોયલ ઉર્ફે નેવલે બોગસ સર્ટી.ના આધારે શહેરની એમ.એસ.યુની માં એડમિશન મેળવ્યું હતું અને હાલમાં તેનો અભ્યાસ ચાલુ છે. આ સર્ટિફિકેટ ખોટું હોવા છતાં તેને એમ.એસ.યુની.માં એડમિશન કઈ રીતે મળ્યું એ એક તપાસનો વિષય છે. આ સિવાય કેટલા અન્ય વિદ્યાર્થીઓએ એમ.એસ.યુની.માં એડમિશન લઈ અભ્યાસ કર્યા બાદ નોકરી મેળવી છે તેની ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી છે.

દિલીપ મોહિતે રૂ. 4000 હજારમાં માર્કશીટ વેચતો હતો, તેણે વડોદરામાં ચાર એજન્ટ રાખ્યા હતા બોગસ માર્કશીટ બનાવતો આરોપી દિલીપ મોહિતે ધોરણ 12 સુધી ભણેલો છે. તેણે વર્ષ 2005માં જ્યોતિબા ફિલે નામની સંસ્થા રજીસ્ટર કરાવી હતી. ત્યારબાદ દિલ્હીની એક બોગસ સંસ્થાની વેબસાઈટ પરથી સર્ચ કરી શૈક્ષણિક સંસ્થાને રજીસ્ટર કરવાનું નક્કી કર્યું. તેનું નામ મહારાષ્ટ્ર બોર્ડ ઓફ હાયર સેકેન્ડરી આપ્યું હતું. સંસ્થાનું એક સોફ્ટવેર બનાવી ઓનલાઇન ઈમેલ આઈડી મૂક્યું હતું. જેના પર વિદ્યાર્થીઓને લોભામણી લાલચ આપી 3500થી 4000ની કિંમતમાં ધોરણ 10 અને 12ના સર્ટી. આપતો હતો. તેણે ચાર વર્ષમાં મહારાષ્ટ્ર ખાતે મુંબઈ, રાજસ્થાન ખાતે જયપુર અને યુપી ખાતે આગરા તેમજ ગુજરાતમાં વડોદરામાં ચાર એજન્ટ રાખી બોગસ સર્ટી આપ્યા હોવાની કબૂલાત કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો