તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડોદરાના TTBAની જાહેરાત:પેરા ઓલિમ્પિકમાં મેડલ જીતનાર ભાવિના પટેલને 1 લાખ અપાશે, જીતની ખુશીમાં કેક પણ કાપી

વડોદરા18 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાતની ભાવિના પટેલે જાપાનના ટોક્યો ખાતે પેરા ઓલિમ્પિકમાં ઇતિહાસ સર્જ્યો છે. તેણે ટેબલ ટેનિસમાં મહિલા સિંગલ વર્ગ-4 ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીતીને રાષ્ટ્રનું નામ રોશન કર્યું છે. પેરા ઓલિમ્પિક ટોક્યોમાં ટેબલ ટેનિસ રમતની મહિલા સિંગલ ક્લાસ-4 ઇવેન્ટમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કરવા બદલ ભાવિના પટેલને ટીટીએબીએ પ્રશંસા કરી છે. પેરા ઓલિમ્પિક રમતોમાં ટેબલ ટેનિસ રમતની મહિલા સિંગલ ક્લાસ-4 ઇવેન્ટમાં તેની જીતને વધામણી આપતા TTAB દ્વારા તેને 1 લાખ રૂપિયાનો રોકડ પુરસ્કાર આપવાની જાહેરાત કરાઈ છે.

ટીટીએબી એમએસયુ ટીટી સેન્ટર ખાતે વિજેતાની ખુશીમાં કેક કટિંગ કરીને ઉજવણી કરાઈ હતી. જેમાં એસો. પ્રમુખ જયાબેન ઠક્કર, સચિવ કલ્પેશ ઠક્કર, સોસાયટી ફોર ધ ફિઝિકલ હેન્ડીકેપના તમામ સભ્યો, સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતના સિનિયર કોચ જયેશ ભલાવાલા હાજર રહ્યા હતા.ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડાના તમામ ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ભાવિના પટેલની ઉજવણીને વધાવી ભારે સરાહના કરી હતી. સોસાયટી ફોર ધ ફિઝિકલ હેન્ડીકેપના પ્રમુખ નરેન્દ્ર પટેલે આ પ્રસંગે વિશેષ અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...