તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:ભરતસિંહ સોલંકીએ પત્નીનું ગોત્રીનું સરનામું બતાવ્યું ત્યાં તાળાં લટકે છે

વડોદરા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
ભરતસિંહ સોલંકીનાં પત્નીના ગોત્રીના રહેઠાણ અંગે વકીલે જાહેર નોટિસમાં જે સરનામાનો ઉલ્લેખ કર્યો છે ત્યાં તાળું લટકેલું છે. - Divya Bhaskar
ભરતસિંહ સોલંકીનાં પત્નીના ગોત્રીના રહેઠાણ અંગે વકીલે જાહેર નોટિસમાં જે સરનામાનો ઉલ્લેખ કર્યો છે ત્યાં તાળું લટકેલું છે.
  • કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખે વકીલ થકી નોટિસ જારી કરી હતી
  • ગોત્રીના સરનામે 2-3 વર્ષથી કોઈ રહેતું નથી

કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ તેમનાં પત્ની તેમની સાથે રહેતાં નથી, તેવી જાહેર નોટિસ તેમના વકીલ થકી જારી કરી છે. જોકે વડોદરામાં જે સરનામું તેમણે આપ્યું છે ત્યાં તાળું લટકે છે.કેન્દ્રના પૂર્વ રેલવે રાજ્યમંત્રી ભરતસિંહ સોલંકીના વકીલે અખબારોમાં જાહેર નોટિસ આપી હતી. જેમાં તેમના વકીલે જણાવ્યું હતું કે, ભરતસિંહ સોલંકીનાં પત્ની રેશ્માબેન પ્રકાશચંદ્ર પટેલ કે જે મૂળ બોરસદની ઈશ્વર કૃપા સોસાયટીના રહેવાસી છે અને વડોદરામાં ગોત્રી ખાતે અર્પિતા પાર્કના બ્લોક નંબર 142-143 માં રહે છે તેવો ઉલ્લેખ કરાયો હતો.

ગોત્રીના ઉષાનગર સામેના અર્પિતા પાર્કના 3 મજલી ફ્લેટના પ્રથમ માળે મકાન આવેલું છે, પણ લાંબા સમયથી ત્યાં કોઈ રહેતું નથી. કોંગ્રેસના પ્રથમ હરોળના નેતા ભરતસિંહ સોલંકીના પત્ની આ સરનામે રહે છે, તેની જાણ વડોદરાના ઘણા કોંગી આગેવાનોને મંગળવારે થઈ હતી. આ ફ્લેટની આસપાસના કેટલાક લોકોએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે બે-ત્રણ વર્ષથી ત્યાં કોઈ રહેતું નથી અને કોઈની અવરજવર પણ થતી નથી.

અન્ય સમાચારો પણ છે...