શહેરમાં ત્રિ-દિવસીય ‘સાંસદ ખેલ સ્પર્ધા-2022’નો પ્રારંભ 3 જૂનથી થયો હતો. સ્પર્ધાના ઉદ્ઘાટનમાં ગૃહ અને રમત-ગમત રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિતિ રહ્યા હતા. તેમણે જણાવ્યું કે, દીપક નાઇટ્રેટમાં લાગેલી આગના મામલે તપાસ થશે. તેમણે આપના નેતા મનીષ સિસોદિયાની મુલાકાત વિશે જણાવ્યું કે, અમે દરેકની મહેમાનગતિ સારી રીતે કરીએ છીએ. રાજકીય વાત રમત-ગમતના પ્લેટફોર્મ પરથી નહિ કરું. ભરતસિંહ સોલંકીના મુદ્દે હું નિવેદન નહિ આપું. મારાં માતા-પિતાએ મને સંસ્કાર આપ્યા છે, એ મારા પિતાની ઉંમરના છે એટલે હું નહિ બોલું. બધા જાણે છે ભરતસિંહ શું બોલે છે અને શું કરે છે.
હર્ષ સંઘવીએ રમત-ગમત અને ખેલદિલીનું મહત્ત્વ સમજાવી કહ્યું કે, સ્પર્ધામાં ભાગ લેતાં 15 હજારથી વધુ બાળકોને અભિનંદન આપવા આવ્યો છું. સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે તેમણે મશાલ પ્રજ્વલિત કરીને સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો હતો. જ્યારે સાંસદ રંજનબેન ભટ્ટે જણાવ્યું કે, 15 હજારથી વધુ રમતવીરો 5 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં 13થી વધુ રમતોમાં ભાગ લેશે. જેમાં કબડ્ડી, વોલીબોલ, ખોખો, મલખંભ, સૂર્ય નમસ્કાર, હોકી, ફૂટબોલ, કરાટે, સ્વિમિંગ, એથ્લેટિકનો સમાવેશ થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.