તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાંડો ફૂટ્યો:NOC વગર જ કોરોનાની સારવાર કરતી ભાણા હોસ્પિટલ બંધ કરાવી

વડોદરા8 દિવસ પહેલા
 • કૉપી લિંક
તાંદલજા રોડની ભાણા હોસ્પિટલે મંજૂરી વિના શરૂ કરેલું કોવિડ કેર સેન્ટર બંધ કરાવાયું હતું. - Divya Bhaskar
તાંદલજા રોડની ભાણા હોસ્પિટલે મંજૂરી વિના શરૂ કરેલું કોવિડ કેર સેન્ટર બંધ કરાવાયું હતું.
 • 1 માસથી ચાલતા કોરોના યુનિટ અંગે ચેકિંગમાં ભાંડો ફૂટ્યો
 • અમૃત હોસ્પિટલના એક્સટેન્શન યુનિટ તરીકે તાંદલજામાં ચાલુ રખાઇ હતી
 • કોરોનાના 10 દર્દીઓને અન્ય સ્થળે શિફ્ટ કરવા પડ્યા

તાંદલજામાં સરકારની મંજૂરી કે એનઓસી વિના ચાલતી ભાણા હોસ્પિટલ બંધ કરાવાઇ હતી. આ હોસ્પિટલમાં કોરોનાના 10 દર્દી સારવાર લઇ રહ્યા હતા. આડેધડ શરૂ થતાં કોવિડ સેન્ટર મામલે ઊંઘતા આરોગ્ય વિભાગને પોલીસે જાણ કરી ત્યારે કાર્યવાહી કરાઇ હતી. કોરોના હોસ્પિટલ માટે અનેક નિયમો હોવા છતાં હોસ્પિટલોના એક્સ્ટેન્શન યુનિટ તરીકે આરોગ્ય વિભાગની મંજૂરી મેળવી શહેરમાં 50 યુનિટો કાર્યરત હોવાનું ચર્ચામાં છે. બીજી તરફ મંગળવારે જે.પી.રોડ પોલીસની ચકાસણીમાં ભાણા હોસ્પિટલ 1 મહિનાથી કોરોનાની સારવાર કરતી હોવાનું જણાયું હતું.

તેમની પાસે આરોગ્યની કોઈ પરમિશન કે ફાયર એનઓસી નહોતી.મકાન હોસ્પિટલ માટે યોગ્ય ન જણાતાં ડીસીપી કરણ વાઘેલાએ આરોગ્ય અધિકારીને જાણ કરી પગલાં લેવાં રજૂઆત કરી હતી. જેને પગલે હરકતમાં આવેલી હોસ્પિટલે દર્દીઓને અન્ય જગ્યાએ શિફ્ટ કર્યા હોવાનું જણાવી યુનિટ બંધ કરવા અરજી કરી હતી.

જોકે આરોગ્ય વિભાગે કોઇ કડક કાયર્વાહી વિના યુનિટ બંધ કરવા અંગેની મહોર મારી સંતોષ માની લીધો હતો. આરોગ્ય વિભાગ પાસેથી જાણવા મળ્યા મુજબ ઓપી રોડથી અમૃત મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના એક્સટેન્શન યુનિટ તરીકે મંજૂરી અપાઈ હતી, જે હોસ્પિટલ દ્વારા બંધ કરવા અરજી થતાં કામગીરી થઇ છે.

આરોગ્ય વિભાગ કોવિડ કેર યુનિટની મંજૂરી માટેનાં ફોર્મમાં માત્ર 4 સવાલ પૂછે છે
આઈ એમ એના એક તબીબ દ્વારા જણાવ્યા મુજબ કેટલીક હોસ્પિટલ દ્વારા એક્સ્ટેન્શન યુનિટની મંજૂરી મેળવી દર્દીઓને હોમઆઇસોલેશનમાં રાખવાની વાત કરી 50 થી 70 હજાર રૂપિયાના પેકેજ ઓફર કરવામાં આવી રહ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા પણ કોરોના કેર યુનિટ માટે માત્ર 4 સવાલના જવાબ ભરવાનું ફોર્મ અપાય છે.

આરોગ્ય વિભાગને પણ જાણ નહોતી કરી
ભાણા હોસ્પિટલ પાસે ફાયર એનઓસી નહોતી.હોસ્પિટલમાં 10 કોરોના દર્દીની સારવાર કરતા હતા. આરોગ્ય વિભાગની મંજૂરી વગર ચાલતી હોસ્પિટલ અંગે લેખિતમાં જાણ કરી છે. આરોગ્ય વિભાગ કાયદાકીય રીતે જે પણ પગલાં લેશે તેમાં પોલીસ પૂરો સહકાર આપશે. - બી.જી. ચેતરિયા, પીઆઇ, જે.પી. રોડ

પરવાનગી માગી હતી, પણ મળી નહોતી
ભાણા હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે કોર્પોરેશનના આરોગ્ય વિભાગ પાસે મંજૂરી માગી હતી, પરંતુ તેમણે હમણાં રહેવા દેવાનું જણાવતાં યુનિટ શરૂ કરવાનું રહેવા દીધું છે. કેટલા દર્દીઓ હતા તે અંગે પૂછવું પડશે. - ડો. શૈલેષ પરીખ, અમૃત મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો