વિવાદ:બાળકોને લઇ ભાભી-નણંદની મારામારી, બંને પક્ષે ફરિયાદ

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હાથીખાનાના ઇમામ વાડામાં મારામારીથી ઉત્તેજના
  • છોકરી છોડાવવા વચ્ચે પડતાં તેને પણ માર માર્યો

ફતેપુરા વિસ્તારમાં ભાભી-નંણદ વચ્ચે બાળકોને લઈ તકરાર થતા મારામારી થઈ હતી. બંન્નેવે સામસામે સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. હાથીખાનાના ઈમામ વાડામા રહેતા ફેમિદાબાનુ મલેક સાથે તેમની ભાભી માહેનુર પઠાણના બે દિકરા રહેતા હતા.

શુક્રવારે માહેનુર પઠાણ ફેમિદાબાનુના ઘરે બાળકોને મળવા આવ્યા ત્યારે જૂની અદાવતે માહેનુરે તેને કહ્યું હતું કે, તું તારા ભાઈ સાથે નાતરુ કરી દે અને બિભત્સ શબ્દો બોલવા લાગી હતી. જેથી ફેમિદાએ વિરોધ કરતા માહેનુરની માતા અને માસી તેને મારવા લાગ્યા હતા.

જેથી તેની છોકરી વચ્ચે પડતાં તેને પણ માહેનુરે મારી હતી. ફેમિદાના ભાઈએ વચ્ચે પડી તમામને છોડાવ્યા હતા અને માહેનુર અને તેની માતા-માસીએ જઇ સિટી પોલીસમાં ફરિયાદ કરી હતી. સમાજના સમજાવવાથી ફેમિદાએ ફરિયાદ નહોતી કરી. રવિવારે ફરી માહેનુરે ધમકી આપી હતી કે અમે તારી છોકરીને મારી પણ તું કંઈ ન કરી શકી જેથી ફેમિદાએ પણ ફરિયાદ નોંધાવી હતી.

બીજી તરફ માહેનુરએ ફેમિદા અને ઈમ્તીહાઝ મલેક સામે ફરિયાદ કરી હતી કે, તે પોતાના બાળકોને મળવા ફેમિદાને ઘરે ગયા ત્યારે ફેમિદાએ તેને છોકરાઓને મળવા નહોતા દિધા અને તેને અને તેની માસી અને માતાને માર મારી ધમકી આપી હતી કે જે થાય તે કરી લે.

અન્ય સમાચારો પણ છે...