• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Beware Before Downloading Movies Online ... More Than 125 Cases Of Personal Data Theft From Mobile Phones In The City Seeking Ransom Per Month

સાયબર ક્રાઇમ:ઓનલાઈન ફિલ્મ ડાઉનલોડ કરતાં પહેલાં ચેતજો; મોબાઇલમાંથી અંગત ડેટા ચોરી ખંડણી માગવાના વડોદરામાં મહિને 125થી વધુ કિસ્સા

વડોદરા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
  • અજાણી વેબ સાઇટ પરથી મૂવી ડાઉનલોડ કરતી વખતે માલવેર વાઇરસ ફોનમાં ઘૂસાડી અંગત માહિતી ચોરી લે છે

હાલ OTT પ્લેટફોર્મ પર તેમજ ઓનલાઈન મૂવી જોનારા અને ડાઉનલોડ કરનારાની સંખ્યામાં વધારો થયો છે. જોકે ઓથેન્ટિક સબસ્ક્રાઈબરની જગ્યાએ અન્ય વેબસાઈટ કે પ્લેટફોર્મ પરથી મૂવી જોનારા તેમજ ડાઉનલોડ કરનારા યુઝરના ડેટા ચોરી થતા હોવાની વિગતો સપાટી પર આવી છે.

મૂવી ડાઉનલોડ થતાં લિંક સાથે માલવેર વાઇરસ ફોનમાં પ્રવેશે છે. જેની મદદથી યુઝરના કોન્ટેક્ટ, ફોટા અને વીડિયો સહિતના ડેટા હેકર ચોરી લે છે. ત્યારબાદ યુઝર પાસે નાણાંની માગ કરે છે. સાઇબર એક્સપર્ટ અર્જુન શર્માના મતે ગુજરાતમાં મહિને 600થી વધુ લોકોના ડેટા ચોરી થાય છે. જેમાં વડોદરામાં મહિને 125થી વધુ કેસ સામે આવે છે.

કેસ-1 : ગોત્રીના યુગલની અંગત પળના વીડિયો ચોરી લીધા
ગોત્રીના એક યુગલે તેમની અંગત પળોના ફોટા-વીડિયો ફોનમાં રાખ્યા હતા. તેઓ મોડી રાતે ઓનલાઈન મૂવી પણ જોતાં અને ડાઉનલોડ કરતાં હતાં. એક સપ્તાહ પહેલાં તેઓને અજાણ્યા વ્યક્તિનો કોલ આવ્યો હતો. જેમાં યુગલના અંગત પળોના ફોટા-વીડિયો તેની પાસે હોવાનું કહી 3 લાખ માગ્યા હતા. યુગલે સાઇબર એક્સપર્ટનો સંપર્ક કરતાં ફોનમાંથી માલવેર વાઇરસ મળ્યો હતો.

કેસ-2 : હેકરે છાત્રના દસ્તાવેજો ચોરી 1.25 લાખ માગ્યા
શહેરની ખાનગી કોલેજમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી ઓનલાઈન મૂવી જોતો અને ડાઉનલોડ કરતો હતો. તેણે તેના ફોટા અને જરૂરી દસ્તાવેજો થર્ડ પાર્ટી લોકર એપ્લિકેશનમાં મૂકેલા હતા. તેણે પણ 10 દિવસ અગાઉ અજાણ્યા નંબરથી કોલ આવ્યો હતો અને ડેટા બદલ રૂા. 1.25 લાખની માગ કરી હતી. સાઇબર એક્સપર્ટે તેના મોબાઇલમાંથી માલવેર વાઇરસને દૂર કર્યા હતા.

કેઈ રીતે બચી શકાય ?

  • યુઝરને OTT પ્લેટફોર્મ અથવા અન્ય સોર્સ પર મુવી જોવી હોઈ અથવા ડાઉનલોડ કરવી હોય તો તેઓએ તેના સબસ્ક્રીપશન લેવા હિતાવહ છે.
  • યુઝર આ માટે અપડેટેડ બ્રાઉઝરનો ઉપયોગ કરે તે જરૂરી છે.
  • હંમેશા એન્ટિ વાયરસ સોફ્ટવેરનો ઉપયોગ કરવો જોઈએ જેનાથી માલવેર જે વાયરસને identify કરી શકાય.
  • મોબાઈલની ઓપરેટિંગ સિસ્ટમમાં યુઝર play protect સેક્શન on રાખવું જોઈએ.
  • યુઝરને જ્યારે ઇન્ટરનેટનો ઉપયોગ ન હોય ત્યારે તેણે ઈન્ટરનેટને બંધ રાખવું જોઈએ જેના કારણે બેગ્રાઉન્ડ માં ચાલતી કોઈપણ પ્રકારની ગતિવિધિને રોકી શકાય.
અન્ય સમાચારો પણ છે...