ઉત્સાહભેર ઉજવણી:લાભ પાંચમ સુધી બજારો બંધ, ખાણીપીણીની દુકાનો ધમધમશે

વડોદરા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિવાળી નિમિત્તે વેપારીઓ દ્વારા શારદા પૂજન એટલે કે ચોપડા પૂજન કરાયું. - Divya Bhaskar
દિવાળી નિમિત્તે વેપારીઓ દ્વારા શારદા પૂજન એટલે કે ચોપડા પૂજન કરાયું.
  • દિવાળીએ પરંપરાગત ચોપડા પૂજન
  • ગત વર્ષ કરતાં ​​​​​​​તેજીના માહોલથી વેપારી વર્ગને રાહત

બેસતા વર્ષથી લાભ પાંચમ સુધી બજારો બંધ રહશે. બીજી તરફ ખાણીપીણી બજાર ધમધમશે. જયોતિષીના મતે વિક્રમ સંવત 2078 નો રાજા ગ્રહ શનિ મહારાજ રહેશે. જેના કારણે જૂઠ્ઠા,અનિતીથી ધન કમાનારા વ્યક્તિઓ ખુલ્લા પડશે. ગરૂવારે 4 નવેમ્બરના દિવસે શહેરીજનોએ દિવાળીની ઉજવણી કરી હતી. વેપારીઓએ ચોપડા પૂજન કર્યું હતું. કાર્તક સુદ એકમ 5 નવેમ્બર શુક્રવારના રોજ નવા વર્ષની ઉજવણી કરવામાં આવશે. બેસતા વર્ષથી લાભ પાંચમ સુધી શહેરના તમામ બજારો બંધ રહેશે.

કોરોના મહામારીના દોઢ વર્ષ પછી શહેરીજનો મનમૂકીને દિવાળીના તહેવારો માણી રહ્યા છે. બજારોમાં પણ ઘરાકી નીકળતા તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. મોટાભાગના બજારોમાં લાભ પાંચમ સુધી બંધ રહેશે. વેપારીઓ નવા વર્ષનું મૂર્હંત કરવા માટે સવારે 12 વાગ્યા સુધી દુકાનો ખોલશે ત્યારબાદ બજારો બંધ થઇ જશે. માત્ર હોટલ-રેસ્ટોરન્ટ ચાલુ રહેશે. નૂતન વર્ષના પ્રારંભે વિક્રમ સંવત 2018 એટલે કે કાર્તિક સુદ એકમ 5 નવેમ્બર શુક્રવારના રોજ પ્રમાદી નામના સંવત પ્રવેશ કરીશું ત્યારે જયોતિષ શાસ્ત્રી નયન શાસ્ત્રીએ જણાવ્યું હતું કે આ વર્ષનો રાજા ગ્રહ શનિગ્રહ છે.

મંત્રી ગરૂ ગ્રહ છે,ધાન્ય શુક્ર છે,મેધેષ બુધ છે,ધનેશ શનિ છે,ફલેશ મંગળ છે. સંવત સરી નિશ્ચિત થઇ હોય પ્રમાદી નામના સંવત સર ના ફળકછન સ્વરૂપે આ વર્ષે આળસુ,ચરિત્રય હિન,જુઠ્ઠા,અનિતીથી ધન કમાનારા વ્યકતિઓને શનિ ખુલ્લા પાડશે.