તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:'અમને મકાન આપો નહીં તો જેલ આપો' વડોદરામાં 7 વર્ષે પણ મકાનો તૈયાર ન થતાં મુખ્યમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓનો આક્રોશ

વડોદરા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
મકાનો તૈયાર કરવાનું કામ ગોકળગાય ગતિએ ચાલતું હોવાથી નારાજ મકાનના લાભાર્થીઓએ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો - Divya Bhaskar
મકાનો તૈયાર કરવાનું કામ ગોકળગાય ગતિએ ચાલતું હોવાથી નારાજ મકાનના લાભાર્થીઓએ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો
  • રહીશો કહે છે કે, મુખ્યમંત્રી આવાસ યોજનાના મકાન હજુ આપતા નથી. અમે મકાનના ભાડા ભરી ભરીને થાકી ગયા છીએ

વડોદરાના સયાજીપુરા વિસ્તારના સયાજીપુરા ટાઉનશીપ નજીક આવેલા મુખ્યમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને લાંબા સમયથી મકાનની ફાળવણી ન થતાં આજે લાભાર્થીઓએ વિરોધ કર્યો હતો. મકાનો તૈયાર કરવાનું કામ ગોકળગાય ગતિએ ચાલતું હોવાથી નારાજ મકાનના લાભાર્થીઓએ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.

આવાસ યોજનાની કામગીરી ખૂબ જ ધીમી ગતિએ ચાલે છે
વડોદરાના સયાજીપુરા ખાતે આવેલા મુખ્યમંત્રી આવાસ યોજનાના મકાનો 2014-15માં ફાળવવામાં આવ્યા હતા. આજે 7 વર્ષ થવા છતાં પણ આ મકાનોનું બાંધકામ અધૂરું છે અને ખૂબ જ ધીમી ગતિએ કામ ચાલી રહ્યું છે, ત્યારે આજ રોજ રોષે ભરાયેલ લાભાર્થીઓ દ્વારા બની રહેલ મકાનો પાસે પહોંચી જઇ 'અમને મકાન આપો અથવા જેલ આપો' ના પ્લે કાર્ડ સાથે વિરોધ નોંધાવ્યો હતો. સાથે સાથે ચીમકી ઉચ્ચારી હતી કે, જુલાઇ-2021 સુધીમાં અમને તૈયાર ઘર નહીં મળે તો અમે જાતે જે સ્થિતિમાં મકાનો હશે તે જ સ્થિતિમાં અમે કબજો લઇને લઈશું.

વાયરિંગ, પ્લમ્બિંગ, બારી-બારણા અને દરવાજા સહિતના કામ પૂરા થયા નથી
વાયરિંગ, પ્લમ્બિંગ, બારી-બારણા અને દરવાજા સહિતના કામ પૂરા થયા નથી

અમે મકાનના ભાડા ભરી ભરીને થાકી ગયા છીએ
મહિલા લાભાર્થી સીતાબેન તડવીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી આવાસ યોજનાના મકાન હજી આપતા નથી. અમે મકાનના ભાડા ભરી ભરીને થાકી ગયા છીએ, પરંતુ કામગીરી પૂરી કરતા નથી. જેથી અમે રહેવા માટે આવી શકતા નથી. છેવટે અમારે આ હાલતમાં જ અહીં રહેવા માટે આવી જવુ પડશે.

સયાજીપુરા ખાતે 2014-15થી મુખ્યમંત્રી આવાસ યોજનાના મકાન બની રહ્યા છે
લાભાર્થી રાજેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, સયાજીપુરા ખાતે 2014-15થી મુખ્યમંત્રી આવાસ યોજનાના મકાન બની રહ્યા છે. પણ વાયરિંગ, પ્લમ્બિંગ, બારી-બારણા અને દરવાજા સહિતના કામ પૂરા થયા નથી. જેથી અમે મકાન લીધા પછી પણ રહેવા આવી શક્યા નથી. અમને જુલાઇ-2021 સુધી મકાન તૈયાર કરી દેવાની બાહેધારી આપી છે. જો ત્યાં સુધી મકાન નહીં આપે તો અમે ઓગષ્ટમાં જે પરિસ્થિતિ હશે, તેમાં બધા લાભાર્થીઓ રહેવા માટે આવી જઇશું

અન્ય સમાચારો પણ છે...