• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Beneficiaries Lined Up To Get 10 Thousand Loans Given To Urban Hawkers In Vadodara, Anger Among The Beneficiaries Over The Disorder.

પ્રધાનમંત્રી સ્વનિધી યોજનામાં હાલાકી:વડોદરામાં શહેરી ફેરિયાઓને અપાતી 10 હજાર લોન મેળવવા લાભાર્થીઓએ લાઇનો લગાવી, અવ્યવસ્થાને લઈને લાભાર્થીઓમાં રોષ

વડોદરાએક મહિનો પહેલા
10 હજાર રૂપિયાની લોન મેળવવા માટે નાગરિકો મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉમટી પડ્યા હતા
  • કતારમાં ઉભેલા લાભાર્થીઓ ખીચોખીચ ઉભા રહેતા સંક્રમણનું જોખમ ઊભું થયું

કોરોના મહામારીની ત્રીજી સંભવિત લહેરની અસર હાલમાં શરૂ થઈ ગઈ છે, તેવા સમયે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સંચાલિત યુસીડી ઓફિસ ખાતે પ્રધાનમંત્રી સ્વનિધી યોજના અંતર્ગત શહેરી ફેરિયાઓને અપાતી 10 હજાર રૂપિયાની લોન મેળવવા માટે નાગરિકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. લાભાર્થીઓએ અવ્યવસ્થાને લઈ તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો.

ફેરિયાઓને સરકાર તરફથી 10 હજારની લોન અપાય છે
કોરોનાની બીજી મહામારીમાં નાગરિકો માનવ ખુવારીનો મોટો આંકડો જોઈ ચૂક્યા છે અને હવે કોરોના મહામારીની ત્રીજી સંભવિત લહેરની કેટલીક અસરો શરૂ થઈ ગઈ છે. તેવા સમયે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત શહેરી ફેરિયાઓને સરકાર તરફથી આજીવિકા રળવા માટે રૂપિયા 10 હજારની લોન આપવામાં આવી રહી છે અને તેની કામગીરી વડોદરાના સલાટવાડા વિસ્તારમાં આવેલ મહાનગરપાલિકા સંચાલિત યુસીડીની કચેરી ખાતેથી કરવામાં આવે છે.

કતારમાં ઉભેલા લાભાર્થીઓ ખીચોખીચ ઉભા રહેતા સંક્રમણનું જોખમ ઊભું થયું
કતારમાં ઉભેલા લાભાર્થીઓ ખીચોખીચ ઉભા રહેતા સંક્રમણનું જોખમ ઊભું થયું

સહાય લેવા લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉમટી પડે છે
10 હજાર રૂપિયાનો લાભ લેવા પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાના લાભાર્થીઓ વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ઉમટી પડે છે. જેને કારણે યુસીડી કચેરી બહારના મુખ્ય માર્ગ સુધી લાંબી-લાંબી કતારો લાગી રહી છે. જ્યાં કતારમાં ઉભેલા લાભાર્થીઓ ખીચોખીચ ઉભા રહેતા સંક્રમણનું જોખમ ઊભું થયું છે. જ્યારે યુસીડી કચેરીના અધિકારી દ્વારા પણ સલામતી રક્ષક કે, અન્ય કોઈ વ્યવસ્થાની જોગવાઈ નહીં કરવામાં આવતા કતારમાં ઉભેલા લાભાર્થીમાં પણ રોષની લાગણી પ્રવર્તી રહી છે.

લાભાર્થીઓને સંતોષકારક જવાબ મળતો નથી
લાભાર્થી શૈલેષભાઇએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નિધી યોજનાનો લાભ લેવા રોજ લાભાર્થીઓ ઉમટી રહ્યા છે. પરંતુ, તંત્ર દ્વારા સંતોષકારક જવાબ આપવામાં આવતો નથી. ટોકન આપવા અંગે કચેરીના જવાબદારો દ્વારા યોગ્ય જવાબ આપવામાં આવતો ન હોવાના આક્ષેપ કર્યાં હતા. સિક્યુરિટીની પણ સુવિધા ન હોવાનું લાભાર્થીએ વધુમાં જણાવ્યું હતું.

લાભાર્થીઓને સંતોષકારક જવાબ મળતો ન હોવાથી રોષે ભરાયા
લાભાર્થીઓને સંતોષકારક જવાબ મળતો ન હોવાથી રોષે ભરાયા

500 લભાર્થીઓને રૂપિયા 20 હજારની લોન અપાઇ
યુસીડીના પ્રોજેક્ટ ઓફિસર ક્રિષ્ણા સોલંકીએ જણાવ્યું હતું કે, હાલ પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર આત્મનિર્ભર નિધી યોજના અંતર્ગત રૂપિયા 10 હજારની લોન માટેના ફોર્મ ભરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત જે લાભાર્થીઓએ અગાઉ લીધેલી લોન ભરપાઈ કરી છે, તેઓને રૂપિયા 20 હજારની લોન આપવાના ફોર્મ ભરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં રૂપિયા 10 હજારની લોન 10 હજારની લોન અને 500 લભાર્થીઓને રૂપિયા 20 હજારની લોન આપી દેવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, લાભાર્થીઓને લોનનો લાભ લેવામાં સરળતા રહે તે માટે વોર્ડ ઓફિસમાં વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...