• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Behind The Success Of These 3 Women Is The Hand Of The Family Cook, The Help Of The Husband In Making Breakfast For The Candidate's Children.

ભાસ્કર વિશેષ:આ 3 મહિલાની સફ‌ળતા પાછળ પરિવાર-કૂકનો હાથ, ઉમેદવારનાં સંતાનો માટે નાસ્તો બનાવવામાં પતિની મદદ

વડોદરા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચૂંટણી લડી રહેલી કોંગ્રેસ-ભાજપની મહિલા ઉમેદવારો રાત-દિવસ ફેરણી કરી રહી છે

મહિલાઓ પોતાના ઘરની જવાબદારી બખુબી નિભાવ્યા બાદ પોતાના અન્ય કામકાજ પર ધ્યાન આપતી હોય છે. આવી જ વડોદરા શહેરની 3 વિધાનસભા પરના ઉમેદવારો જેમાંથી એક ભાજપના મહિલા ઉમેદવાર મનિષા વકીલ અને કોંગ્રેસના સયાજીગંજના ઉમેદવાર અમી રાવત અને માંજલપુરના ઉમેદવાર તશ્વિન સીંઘની છે. જેઓ પોતાના પરીવાર અને બાળકો પ્રત્યેની રૂટિન ફરજો પુરી કર્યા બાદ પ્રચાર માટે નીકળે છે.

વર્ષોથી રસોઇ બનાવવા માટે કૂક રાખેલા છે, તકલીફ નથી
શહેર વાડી વિધાનસભાના ઉમેદવાર મનિષા વકીલનો પુત્ર 22 વર્ષનો છે એટલે પુત્ર પોતાનું ધ્યાન જાતે રાખી શકે છે અને પ્રચાર માટે પુરતો સમય મળી રહે છે. જમવાનું બનાવવા માટે વર્ષોથી જ કૂક રાખેલા છે. શું બનાવવું તેનું ધ્યાન હું દોરું છું. પ્રચાર કરવામાં કોઇ અડચણ રહેતી નથી. - મનિષા વકીલ, શહેર-વાડી, ભાજપ

રસોઇ બનાવવા કૂક છે, પુત્ર માટે માતા-પિતા આવી ગયાં
​​​​​​​સયાજીગંજ વિધાનસભાના મહિલા ઉમેદવાર અમી રાવતને પતિનો પહેલેથી સહકાર મળે છે. પતિ-પત્ની બન્ને રાજકિય ક્ષેત્રમાં હોવાથી માતા-પિતાને સંતાનનો ખ્યાલ રાખવા બોલાવી લીધા છે. પુત્ર 10મા ધોરણમાં હોવાથી 1 કલાક તેની સાથે રહે છે. રસોઇ માટે કૂક છે. - અમી રાવત, સયાજીગંજ, કોંગ્રેસ

​​​​​​​દીકરી નાની છે, પરંતુ પતિ કામમાં મદદ કરી રહ્યાં છે
માંજલપુરના ઉમેદવાર તશ્વિન સીંઘના પતિ તેમની કામગીરીમાં મદદ કરે છે, સંતાનનો નાસ્તો બનાવવામાં પતિની મદદ મળે છે. ડાૅ.તશ્વિન સીંઘની પુત્રી 12 વર્ષની છે. તેને સ્કૂલ મોકલવાની તમામ તૈયારીઓ પુરી કર્યા બાદ પરીવાર માટે સવારનો નાસ્તો બનાવી પ્રચારની શરૂઆત કરે છે. - ડાૅ. તશ્વિનસિંઘ, માંજલપુર, કોંગ્રેસ

અન્ય સમાચારો પણ છે...