બ્લેડથી શરીર પર SORRY લખવા મજબૂર કરી:પાદરાની યુવતી સાથે મિત્રતા કરી વિધર્મીએ દુષ્કર્મ આચર્યું, પીડિતાએ સંબંધ કાપી નાખતાં જાનથી મારી નાખવાની ધમકી આપી

વડોદરા9 દિવસ પહેલા

વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં વધુ એક લવ-જેહાદનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પરિણીત વિધર્મી યુવાને પોતાની સાથે કંપનીમાં નોકરી કરતી યુવતી સાથે મિત્રતા બાંધી દુષ્કર્મ આચર્યું હતું. યુવાનની દાનત પારખી ગયેલી યુવતીએ સંબંધો કાપી નાખતાં વિધર્મીએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. એ તો ઠીક વિધર્મી યુવાને યુવતીને બ્લેડથી શરીર પર SORRY લખવા માટે મજબૂર કરી હતી. ચોંકાવનારી વિગત એ છે કે આ વિધર્મી યુવાન સાથે શારીરિક સંબંધ બાંધવા માટે દુષ્કર્મનો ભોગ બનેલી યુવતીની સહેલી જ મજબૂર કરતી હતી.

મિત્રતા કેળવી યુવતીને ફસાવી
પાદરા પોલીસ મથકમાં રાધિકા (નામ બદલ્યું છે)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું 2021થી પાદરા તાલુકામાં આવેલી ખાનગી કંપનીમાં કોન્ટ્રેક્ટમાં નોકરી કરું છું. તેની સાથે તેની પાદરા તાલુકાની રહેવાસી સંગીતા (નામ બદલ્યું છે) પણ નોકરી કરતી હતી. નોકરીના એક સપ્તાહ બાદ કંપનીમાં જ નોકરી કરતા અલાઉદ્દીન ઇલિયાસ રાજ (રહે. ભદારી, પાદરા) સાથે ઓળખ થઈ હતી. નોકરીના એક માસ પછી અલાઉદ્દીન મિત્રતા બાંધવા માગતો હતો, પરંતુ, મેં કોઇ દાદ આપી ન હતી.

પાદરા પોલીસ સ્ટેશનની ફાઈલ તસવીર.
પાદરા પોલીસ સ્ટેશનની ફાઈલ તસવીર.

ડિસેમ્બરમાં ખેતરમાં લઈ જઈને દુષ્કર્મ કર્યું
ફરિયાદમાં રાધિકાએ વધુમાં જણાવ્યું છે કે અલાઉદ્દીનને કોઈ દાદ ન આપતાં તેણે મારી સહેલી સંગીતા મારફત મિત્રતા રાખવા માટે અનેક વખત દબાણ કરાવ્યું હતું. આખરે અલાઉદ્દીન સાથે મિત્રતા બાંધી હતી. મિત્રતા બાધ્યા બાદ ફોનનંબરની આપ-લે થઈ હતી. સતત 7 મહિના સુધી ફોન પર વાર્તાલાપ ચાલ્યો હતો. પાદરા રોડ ઉપર અમે બંને મળતાં હતાં. ડિસેમ્બર-2021માં અમે કેનાલ પાસે મળ્યાં હતાં. એ સમયે તેણે મને ધમકી આપીને નજીકના ખેતરમાં લઈ ગયો હતો અને મારી સાથે દુષ્કર્મ આચર્યું હતું.

હવસખોર અપશબ્દો બોલતો હતો
તેણે ફરિયાદમાં જણાવ્યું હતું કે સાંજના 5 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી મારો ફોનનંબર બ્લોક રાખતો હતો. એ અંગે ઝઘડો થયો હતો. ત્યારે અલાઉદ્દીને મને જણાવ્યું હતું કે મારા લગ્ન થઈ ગયા છે. મારે એક સંતાનમાં છોકરો છે. એ દિવસે સાંજે અમે મળ્યાં હતાં, ત્યારે ઉલાઉદ્દીન મને અપશબ્દો બોલ્યો હતો અને મને બ્લેડથી SORRY લખવા માટે મજબૂર કરી હતી. જેથી મેં ડાબા પગમાં ઘૂંટણ નીચે બ્લેડથી SORRY લખ્યું હતું. ત્યાર બાદ વાતચીત ઓછી થઈ ગઈ હતી.

યુવતીને સહેલીએ જ વિધર્મી સાથે સંબંધ બાંધવા મજબૂર કરી હતી.
યુવતીને સહેલીએ જ વિધર્મી સાથે સંબંધ બાંધવા મજબૂર કરી હતી.

સહેલી સંબંધ બાંધવા મજબૂર કરતી હતી
ફરિયાદમાં એમ પણ જણાવ્યું છે કે મે-2022માં મેં પાદરા તાલુકામાં જ આવેલી એક ખાનગી હોસ્પિટલમાં નોકરી શરૂ કરી હતી, ત્યાં અલાઉદ્દીન આવીને મને અપશબ્દો બોલતો હતો, જેથી તેની સાથે વાતચીત કરવાનું બંધ કરી દીધું હતું અને તેનો નંબર પણ બ્લોક કરી દીધો હતો. ફોનનંબર બ્લોક કરતાં તે સહેલી સંગીતાના ફોન દ્વારા મેસેજ કરાવતો હતો. સંગીતા પણ મને ફોન કરી અલાઉદ્દીન સાથે વાત કરવા માટે દબાણ કરતી હતી. તેનો ફોન રિસીવ ન કરું તો તે મારી મમ્મીને ફોન કરીને વાત કરાવવા માટે કહેતી હતી.

જાનથી મારી નાખવાની ધમકી
ફરિયાદમાં એવો પણ આક્ષેપ કર્યો છે કે સંગીતાના ઘરે જતી હતી, ત્યારે સંગીતા અલાઉદ્દીનને ફોન કરીને બોલાવતી હતી અને મને અલાઉદ્દીન સાથે શારીરિક સંબંધ બાંધવા માટે મજબૂર કરતી હતી. દરમિયાન દિવાળીના સમયમાં અલાઉદ્દીનનો ફોન આવ્યો હતો. તેને મને ક્યાં છે ? તેવો સવાલ કરતાં મેં તેને જણાવ્યું હતું કે હું વેફર્સ લેવા માટે મારા પાડોશી સાથે નીકળી છું. એ સમયે અલાઉદ્દીન ત્યાં આવી પહોંચ્યો હતો અને દૂર લઈ જઈ મને કેનાલ પર આવવા માટે જણાવ્યું હતું. પરંતુ જવાનો ઇન્કાર કરતાં તેણે મને જણાવ્યું હતું કે તું મારી સાથે સંબંધ નહીં રાખે તો તારા ઘરે આવી તારાં માતા-પિતાને જાનથી મારી નાખીશ. એવી ધમકી આપી બાઇક લઇને જતો રહ્યો હતો.

પીડિતાએ સબંધ કાપી નાખતાં વિધર્મીએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
પીડિતાએ સબંધ કાપી નાખતાં વિધર્મીએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

ફોઈએ હિંમત આપતાં ફરિયાદ નોંધાવી
દરમિયાન આ સમગ્ર ઘટના અંગે મારા પાડોશીએ મારાં માતા-પિતાને વાત કરી હતી. પિતાએ પણ અલાઉદ્દીન સાથે વાત કરી હતી, પરંતુ તેણે હેરાન કરવાનું ચાલુ રાખ્યું હતું. હું અને મારા પરિવારજનો ગભરાઈ ગયા હતા. આખરે મારા ફોઇએ મને હિંમત આપતાં મારા પિતા સાથે પાદરા પોલીસ મથકમાં આવીને અલાઉદ્દીન ઇલિયાસ રાજ (રહે. ભદારી, પાદરા) સામે દુષ્કર્મ અને ધમકીની ફરિયાદ નોંધાવી હતી. પાદરા પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

અગાઉ વિધર્મી બે સગા ભાઈઓએ દુષ્કર્મ આચર્યું હતું
બે મહિના પહેલા જ વડોદરાના ગોત્રી લક્ષ્મીપુરા વિસ્તારમાં બે સગા ભાઇઓએ મા-દીકરીના નગ્ન ફોટા વાઇરલ કરી દેવાની ધમકી આપી વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. જેમાં યુવતી ગર્ભવતી બની જતાં બંને ભાઇઓએ ગર્ભપાતની ગોળીઓ ખવડાવી ગર્ભપાત કરાવી દીધો હતો. આ ચોંકાવનારા બનાવ અંગે ગોત્રી પોલીસ મથકે ફરિયાદ દાખલ થતાં પોલીસે બંને ભાઇઓની ઉત્તરપ્રદેશથી ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

ઉલ્લેખનિય છે કે, બે ભાઇઓ પૈકી એક ભાઇના મહિલા સાથે લાંબા સમયથી સબંધ હતો. બાદમાં તેણે તેની દીકરીને પણ માતાના નગ્ન વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.

પરિણીત વિધર્મી યુવાને પોતાની સાથે કંપનીમાં નોકરી કરતી યુવતી સાથે મિત્રતા બાંધી દુષ્કર્મ આચર્યું હતું.
પરિણીત વિધર્મી યુવાને પોતાની સાથે કંપનીમાં નોકરી કરતી યુવતી સાથે મિત્રતા બાંધી દુષ્કર્મ આચર્યું હતું.

સગીરા પર વિધર્મીએ દુષ્કર્મ આચર્યુ હતું
2 મહિના પહેલા વડોદરા શહેરમાં વિધર્મી યુવક દ્વારા 13 વર્ષની સગીરા પરને ટ્યુશન ક્લાસથી ઉપાડી જઇ દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ ગોત્રી પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી. સગીરાએ પરિવારજનોને જણાવ્યું હતું કે, આપણી દુકાનની બાજુમાં ગેરેજમાં કામ કરતો મોઇન પઠાણ (રહે. તાંદલજા, વડોદરા) મને ટ્યુશન ક્લાસ બાદ તેની સાથે તેના ઘરે ફ્લેટમાં લઇ ગયો હતો. જ્યાં કેટલીક મહિલાઓ પણ હાજર હતી. આ મહિલાઓએ મારા વિશે પુછ્યું તો મોઇને કહ્યું કે, આ મારી મિત્ર છે. તેમ કહી તે મને તેના બેડરૂમમાં લઇ ગયો અને મારી સાથે બળજબરી કરવા લાગ્યો. મેં ના પાડતા તેણે ધમકી આપી કે જો તું શરીર સંબંધ નહીં બાંધવા દે તો હું તને અહીંથી નહીં જવા દઉ. તેણે મારા બધા વસ્ત્રો ઉતારી દીધા અને મારી સાથે દુષ્કર્મ આચર્યું હતું.

કોઇને કહી તો ઉઠાવી જઇશ
મોઇને પઠાણે બીજા દિવસે સગીરાનો ફોન કરીને ધમકી પણ આપી હતી કે જો તું શારીરિક સંબંધ અંગે પરિવારને જાણ કરી તો હું તને લઇને ભાગી જઇશ અને તો તું નહીં આવે તો હું તને ઉઠાવી જઇશ. સગીરાએ સમગ્ર ઘટના અંગે પરિવારને જાણ કરતા સગીરાના પિતાએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...