મિત્રતા કરી દુષ્કર્મ આચર્યું:વડોદરામાં યુવતીની સાથે મિત્રતા કેળવી ખોટા નિકાહ કરી છ મહિનાની ગર્ભવતી બનાવી તરછોડી

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

શહેરમાં એક યુવતી સાથે મિત્રતા કેળવી તેને ગર્ભવતી બનાવી તરછોડી દેતા યુવક સામે સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. જેમાં આરોપી સાજીદ સૈયદની પોલીસ દ્વારા અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પેટમાં દુખાવો થતાં ગર્ભવતી હોવાનું ખુલ્યું
વડોદરાના સિટી વિસ્તારમાં રહેતી યુવતી સાથે તેના જ ધર્મના યુવક સાજીદ ઉર્ફે સોનુ નફીસઅલી સૈયદ (રહે. નવાપુરા, વડોદરા)એ છેલ્લા એક વર્ષથી મિત્રતા કેળવી હતી. ત્યારબાદ તેની સાથે નિકાહ કરશે તેવો વાયદો કરી યુવતીની મરજી વિરૂદ્ઘ વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. જેના કેટલાક મહિના બાદ યુવતીને પેટમાં દુખાવો થતાં તે ડોક્ટર પાસે તપાસ માટે ગઇ હતી. જેમાં યુવતીને છ મહિનાનો ગર્ભ હોવાનું નિદાન થયું હતું. જેથી યુવતીએ આરોપી સાજીદ સૈયદને આ અંગે જાણ કરી હતી.

આરોપીએ બનાવટી નિકાહ કર્યા
સાજીદે યુવતીને કહ્યું હતું કે હું તારી સાથે નિકાહ કરીશ. પરંતુ સાજીદે નાટકિય રીતે નિકાહ પઢીને પોતાના સગાને પણ હાજર રાખ્યા હતા. ત્યારબાદ સાજીદ અને તેના પરિવારે સગર્ભા યુવતીને અપનાવવાથી ઇનકાર કરી દીધો હતો. જેથી આ જાણીને યુવતીના પગતળેથી જાણે જમીન ખસી ગઇ હતી. યુવકે તેની સાથે બનાવટી નિકાહ કર્યા અને તેને ગર્ભવતી હોવા છતાં તરછોડી દેતા તેણે યુવક અને તેના પરિવારને તેને અપનાવી લેવા જણાવ્યું હતું. પરંતુ યુવકે અને પરિવારે ઇનકાર કરી દેતા આખરે આરોપી સાજીદ સામે સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

આરોપીની અટકાયત કરાઇ
યુવતીની ફરિયાદ બાદ આ મામલે સિટી પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.એમ.સગરને તપાસ સોંપવામાં આવી હતી.જેમાં આરોપી સાજીદ સૈયદની પોલીસ દ્વારા અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે યુવતીને છ મહિનાનો ગર્ભ હોવાથી તેની સ્થિતિ કફોડી બની છે.