• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Before The Wedding Ceremony In Padra, Vadodara, The Young Woman Voted With Her Family, Appealing To The Citizens To Cast Their Votes.

લગ્ન પહેલા મતદાન:વડોદરાના પાદરામાં લગ્નની પીઠી ચોળવાની વિધિ પહેલા યુવતીએ પરિવાર સાથે મતદાન કર્યું, નાગરિકોને અચૂક મતદાન કરવાની અપીલ કરી

વડોદરા9 મહિનો પહેલા
  • કૉપી લિંક
વડોદરાના પાદરામાં યુવતીએ લગ્ન પહેલા મતદાન કરીને લોકોને મતદાન માટે પ્રેરણા આપી હતી - Divya Bhaskar
વડોદરાના પાદરામાં યુવતીએ લગ્ન પહેલા મતદાન કરીને લોકોને મતદાન માટે પ્રેરણા આપી હતી
  • મતદાન કરો અને એક નાગરિક તરીકેની ફરજ નિભાવો: અંકિતા ગાંધી

લગ્ન એ જીવનના સોળ સંસ્કાર પૈકીનો અનોખો અને જીવન બદલનારો સંસ્કાર ગણાય છે. વડોદરા જિલ્લાના પાદરાની અંકિતા ગાંધીના આજે લગ્ન યોજાયા હતા. જેના ભાગરૂપે પીઠી ચોળવાની વિધિ રાખવામાં આવી હતી. ઘર આંગણે મંગળ ગાન શરૂ થઈ ગયું હતું. તેની સાથે આજે પાદરા નગરપાલિકા માટે મતદાન હતું અને અંકિતા એક મતદાર હતી. તેણે પ્રભુતામાં પગલાં પાડતા પહેલાં લોકશાહીની પ્રભુતાને સાચવવાનો સંકલ્પ કર્યો અને લગ્ન વિધિ પહેલા લોકશાહીના પાયાના સંસ્કાર સમાન મતદાન કર્યું હતું.

યુવતીએ પરિવાર સાથે મતદાન કર્યું
અંકિલાના વડીલોએ પણ તેના આ નિર્ણયને અનુમોદન આપ્યું હતું અને તેઓ પણ તેની સાથે જોડાયા અને મતદાન મથકે આવ્યા હતા. લગ્નની તામઝામમાં મતદાન ભૂલાય નહીં એની કાળજી લીધી હતી. અંકિતા અને વડીલોએ સાથે મતદાન કર્યું હતું.

યુવતી લગ્ન પહેલા મતદાન કરવા માટે મતદાન મથક પર પહોંચી હતી
યુવતી લગ્ન પહેલા મતદાન કરવા માટે મતદાન મથક પર પહોંચી હતી

નાગરિકોને મતદાન કરવા અપીલ કરી
અંકિતાએ ગાંધીએ જણાવ્યું હતું કે, મતદાન ખુબ અગત્યનો અધિકાર છે. એટલે મે પીઠી પહેલાં મતદાન કરવાની ફરજ પૂરી કરી છે. મતદાનએ દરેક નાગરિકની ફરજ છે, જે કોઈએ ચૂકવી ન જોઈએ.

યુવતીએ પરિવારના વડીલો સાથે મતદાન કર્યું હતું
યુવતીએ પરિવારના વડીલો સાથે મતદાન કર્યું હતું

290 બેઠકો પર 10.56 લાખ મતદારો મતદાન કરશે
વડોદરા જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાની 290 બેઠકો માટે આજે સવારથી મતદાન શરૂ થયું છે. કુલ 10.56 લાખ મતદારો 770 મતદારોનું ભાવિ નક્કી કરશે. આજે સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે. વડોદરા જિલ્લાના 880 બિલ્ડીંગમાં 1180 મતદાન મથકમાં ચૂંટણી યોજાઇ રહી છે.

યુવતીએ નાગરિકોને મતદાન કરવાની અપીલ કરી હતી
યુવતીએ નાગરિકોને મતદાન કરવાની અપીલ કરી હતી
અન્ય સમાચારો પણ છે...