કાર્યવાહી:PMની મુલાકાત પૂર્વે કોમી ઉશ્કેરણી કરતો વીડિયો વાઇરલ કરનાર ઝબ્બે

વડોદરા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
રફિક ઉર્ફે રિચાર્ડ - Divya Bhaskar
રફિક ઉર્ફે રિચાર્ડ
  • 2 હત્યામાં સંડોવાયેલા વાડી તાઇવાડાના રફિક ઉર્ફે રિચાર્ડનું કારનામું
  • સોમવારે રાત્રે વીડિયો બનાવનાર રફિકને મંગળવારે સવારે પકડી લેવાયો

આગામી 18મી એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી શહેરની મુલાકાતે આવવાના છે ત્યારે હિન્દુ ધર્મની લાગણી દુભાય એવા વાક્યો બોલી વિડિયો વાયરલ કરનાર માથાભારે શખ્સને પાણીગેટ પોલીસે ઝડપી પાડ્યો છે. અગાઉ બે હત્યા કેસમાં સંડોવાયેલા અને વાડી તાઇવાડા રહેતા માથાભારે રફીક ઉર્ફે રિચાર્ડ શેખે ગત મોડી રાત્રે વોટ્સ એપ ઉપર એક વીડિયો વાઇરલ કર્યો હતો. જેમાં હિન્દુસ્તાનના મુસ્લિમોને સંબોધીને રફીકે હિન્દુઓને સીધા કરવા મદદની માંગ કરી હતી.

દેશના વડા પ્રધાન મોદી અને યુપીના સીએમ યોગીના વિરોધમાં એલફેલ બોલી મુસ્લિમોને મિલકત ખરીદવાને બદલે એમને સીધા કરવામાં કામ લાગે એવી વસ્તુ ખરીદવા અપીલ કરતો હોવાનું વાઇરલ થયેલા વિડિયોમાં રફીક બોલતો જોઈ શકાય છે.જો મારી મદદ કરશો તો બુલ ડોઝર કંપની બંધ કરાવવાનું જણાવી આપણા બાબર શાસકોએ મૂર્તિઓ સલામત રાખી એની સજા આપણે ભોગવી રહ્યા છીએ. પણ મુસ્લિમ ધર્મ જ સાચો ધર્મ છે, બાકી બધા ધર્મો નકલી હોવાનુ જણાવી ચોમાસામાં હિન્દુ વિસ્તારોમાં એસિડનો વરસાદ થશે અને મુસ્લિમ વિસ્તારોમાં ગુલાબનું પાણી પડશે, મુસ્લિમોને હેરાન કરવાની સજા એમને મળશે એવું રિચાર્ડ વિડિયોમાં બોલે છે.

મુસ્લિમ લોકોના વોટ્સએપ ગ્રૂપમાં ફરતા થયેલા કોમી ઉશ્કેરણી જનક વિડિયોની જાણકારી પોલીસને થતા સોમવારની રાત્રીએ વિડિયો બનાવનાર રફીક ઉર્ફે રિચાર્ડને ઓળખી સવારે પાણીગેટ પોલીસ મથકે લવાયો હતો. પોલીસે રફીક વિરુદ્ધ ધાર્મિક લાગણી દુભાવવા બદલની કલમ 153 અને જુદા જુદા ધર્મો વચ્ચે વિખવાદ થાય એવા કથનો બદલ કલમ 505 હેઠળ ગુનો નોંધી પૂછપરછ કરતાં રિચાર્ડે આ વીડિયો કોણે ઉતાર્યો અને વાઇરલ કર્યો એની જાણકારી નહિ હોવાનુ જણાવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...