ભાસ્કર વિશેષ:પથારીવશ 87 વર્ષની પત્ની પાસે જાતિય સુખની માગણી કરતા 89ના વુદ્ધને કાઉન્સેલિંગ કરી સમજાવવા પડ્યા

વડોદરા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વુદ્ધની માગણીથી પુત્ર-પુત્રવધૂ ત્રસ્ત હતાં, આખરે અભયમને બોલાવતાં વૃદ્ધ સમજ્યા

સયાજીગંજમાં રહેતા 89 વર્ષિય વુદ્ધ તેમની 87 વર્ષની પત્ની પાસે શારીરિક સંબંધ બાંધવા માગણી કરતા હતા. જેથી વુદ્ધના દીકરાએ અભયમનો સંપર્ક કર્યો હતો. જેથી ટીમે તેમના ઘરે પહોંચી હતી અને વૃદ્ધનું કાઉન્સેલિંગ કરીને તેમને સમજાવ્યા હતા. આખરે વુદ્ધે પણ ખાતરી આપી હતી કે, પત્નીને આ રીતે હેરાન નહીં કરે.

સયાજીગંજમાં રહેતા અને ખાનગી કંપનીમાંથી એન્જિનિયર તરીકે નિવૃત્ત થયેલા સુખી પરિવારના 89 વર્ષના વયોવૃદ્ધ પોતાની પત્ની પાસે વારંવારની જાતીય સુખની માગણી કરતા હતા. જેને કારણે વૃદ્ધા ત્રસ્ત થઈ ગયાં હતાં. આ બાબતે તેમના પરિવાર અને પાડોશીએ પણ તેમને સમજાવ્યા હતા તો પણ તે દરેકને અપમાનિત કરીને ઘરમાંથી કાઢી મૂકતા હતા. પતિ દ્વારા શારીરિક સંબંધ રાખવા માટે હેરાનગતિ કરવામાં આવતી હોવાથી વૃદ્ધા પણ પરેશાન હતાં.

જેથી દીકરા વહુએ 181 મહિલા હેલ્પ લાઇનનો સંપર્ક કર્યો હતો અને તેમની મદદ માગી હતી. વૃદ્ધાની વય પણ 87 વર્ષ છે અને તેઓ અશક્ત છે. જેઓ કોઇની મદદ વગર ચાલી શકતાં નથી. તેઓને પકડીને બાથરૂમમાં તેમના દીકરાની વહુ લઇ જાય છે. વૃદ્ધા છેલ્લાં દોઢ વર્ષથી પથારીવશ છે. વુદ્ધ તેમને સતત માનસિક ત્રાસ આપતા હતા કે, તું મારી પત્ની છે. મારી સાથે તારે શારીરિક સંબંધ તો રાખવા જ પડશે.

આ બાબતે તેઓ કોઈ પણની વાત સાંભળતા નહોતા. શારીરિક સંબંધ માટે દરરોજ અપશબ્દો બોલતા હોઈ પરિવાર અને સોસાયટીના લોકો પણ હેરાન હતા. આવી પરિસ્થિતિમાં વૃદ્ધને સમજાવ્યા હતા કે આ ઉંમરે વિચારોને રચનાત્મક પ્રવૃત્તિમાં વાળવા જોઇએ, જેમાં મનગમતી પ્રવૃત્તિ, યોગ, ધ્યાન, પ્રાર્થના, ગીત સંગીત અને મિત્રો સાથે સમય વ્યતીત કરવો જોઈએ.

તેમનાં પત્નિની તબિયત નાજુક છે જેઓની કાળજી લેવી તે તેઓની ફરજમાં આવે છે. પરિવાર અને સોસાયટીમા તમારી પ્રતિષ્ઠા બગડે તેનું ધ્યાન રાખવું જોઇએ. સમજાવટને પગલે તેઓએ પોતાની ભૂલ કબૂલી હવે પછી પત્નિને કોઈ પ્રકારની હેરાનગતિ નહિ કરું જેની ખાત્રી આપી હતી. તેમનાં દીકરાને પિતાને મનોચિકિત્સક પાસે ટ્રીટમેન્ટ અપાવવા સૂચન કર્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...