લોકડાઉન-4:વડોદરાના બ્યુટી પાર્લરોમાં મહિલાઓ PPE કીટ, ગ્લોવ્ઝ અને માસ્ક પહેરીને સર્વિસ આપે છે, દિવસમાં 3 વખત પાર્લર સેનેટાઇઝ કરે છે

વડોદરા3 વર્ષ પહેલા
  • લોકડાઉન-04માં છૂટછાટો મળતા વડોદરા શહેરમાં ધંધા-રોજગારને ગતિ મળી રહી છે
  • કોરોનાથી બચવા PPE કીટ સહિત જરૂરી કાળજી સાથે મહિલાએ શરૂ કર્યો પાર્લરનો વ્યવસાય

લોકડાઉન-04માં વચ્ચે શરતોને આધિન રહીને ઘણા ધંધા રોજગાર શરૂ સરકારે કરવાની છૂટ આપી છે. વડોદરાના બ્યુટી પાર્લરોમાં મહિલાઓ PPE કીટ, ગ્લોવ્ઝ અને માસ્ક પહેરીને સર્વિસ આપે છે. વડોદરાના વાઘોડીયા રોડ વિસ્તારમાં ઉમા ચાર રસ્તા ખાતે સોનલ રેવતી બ્યુટી પાર્લર ચલાવે છે. બ્યુટી પાર્લરના વ્યવસાય સાથે જોડાયેલા સોનલબેને કહે છે કે, છેલ્લા 10 વર્ષથી આ પાર્લર ચલાવું છું. મારે ત્યાં ગ્રાહકો એપોઇન્મેન્ટ મેળવીને આવે છે, લોકડાઉન પૂર્વે ગ્રાહકોને રાહ જોવી પડે તેવી સ્થિતિ હતી. જોકે, કોરોનાને લીધે લોકડાઉન જાહેર કરવામાં આવતા આ પાર્લર સર્વિસ બંધ હતી. લોકડાઉનમાં છૂટછાટ મળતા મેં પણ મારા પાર્લરને ફરી શરૂ કર્યુ છે. હાલમાં ગ્રાહકો અગાઉની જેમ જ એપોઇન્ટમેન્ટ મેળવીને આવે છે, પરંતુ સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઇ તે હેતુથી ઓછા ગ્રાહકો હોય છે. ગ્રાહકોની સાવચેતી માટે સંપૂર્ણ PPE કીટ, ગ્લોવ્ઝ અને માસ્ક પહેરીને સર્વિસ આપું છે. વધુ સંપર્ક અને સ્પર્શ ન રહે તે માટે આઇબ્રો માટે થ્રેડીંગને બદલે વેક્સીંગ પદ્ધતિનો ઉપયોગ કરું છું. જેથી બને તેટલો ઓછો સ્પર્શ કરવાનો રહે.
બ્યુટી પાર્લરના મહિલા સંચાલક કહે છે, બ્યુટી પાર્લર શરૂ કરતા પહેલા પાર્લર ત્રણ વાર સેનેટાઇઝ કર્યુ હતું
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, લોકડાઉન-04માં બ્યુટી પાર્લર શરૂ કરતા પહેલા પાર્લર ત્રણ વાર સેનેટાઇઝ કર્યુ હતું. પાર્લર શરૂ કર્યાં પછી પણ દિવસમાં 3 વખત પાર્લર સેનેટાઇઝ કરવામાં આવે છે. પાર્લરમાં પ્રવેશ મેળવતા પહેલા હેલ્પર અને ગ્રાહકો અને મારા હાથ સાફ કરૂ છું. બધાને માસ્ક પહેરીને આવવાનું ફરજિયાત છે તથા ગ્રાહકોને સર્વિસ આપતા પહેલા હું PPE કીટ, ગ્લોવ્ઝ અને માસ્ક પહેરું છું.
લોકડાઉન અને કોરોનાના સમય પછી પણ સાવચેતીના તમામ પગલા ભરીશ
સોલનબેને જણાવ્યું હતું કે, લોકડાઉન અને કોરોનાના સમય પછી પણ આ રીતે સાવચેતીના તમામ પગલા ભરીશ. સમય મુજબ આ રીતે સલામત રહેવા આ પ્રકારની તકેદારી જરૂરી છે. આપણે હવે માસ્ક, હેન્ડ ગ્લોવસ સહિતની ચીજવસ્તુથી યુઝ ટુ થઈ ગયા છીએ. હવે આગામી સમયમાં સાવધ રહેવા આ રીતે લાઇફ ટાઈમ આવું કરીશ જેથી ગ્રાહકોની, મારી તથા મારા હેલ્પર્સની સલામતી જળવાઈ રહે.
બ્યુટી પાર્લર મહિલા સંચાલક કહે છે કે, અમે માસ્ક પહેરીને જ ગ્રાહકોને સર્વિસ આપીએ છીએ
સમા વિસ્તારમાં બ્યુટી પાર્લર ચલાવતા કોકિલાબેન સોલંકીએ જણાવ્યું હતું કે, અમે માસ્ક પહેરીને જ ગ્રાહકોને સર્વિસ આપીએ છીએ. પાર્લરમાં આવતા ગ્રાહકો માટે ખાસ સેનેટાઈઝરની વ્યવસ્થા કરી છે અને પાર્લરને પણ સતત સેનેટાઇઝ કરવામાં આવે છે.
પાર્લરના ગ્રાહક કહે છે કે, પાર્લરમાં સાવચેતીના તમામ પગલા લેવામાં આવ્યા છે
પાર્લરના ગ્રાહક જાનકી પટેલે કહ્યું કે, હાલમાં કોરોનાને લીધે લોકડાઉન હતું તેમાં રાહત આપતા પાર્લર સર્વિસ મેળવી શકાય છે. સોનલબેને સાવચેતીના તમામ પગલા લીધા છે. તેઓ કીટ, ગ્લોવઝ અને માસ્ક પહેરીને સર્વિસ આપે છે. જે તેમના અને ગ્રાહકો એમ બધા માટે ઉપયોગી છે. તેમણે તેનું પાર્લર અને સાધનો સેનેટાઇઝ કર્યાં છે. દિવસમાં ત્રણ વાર તે સેનેટાઇઝ થાય છે. આવા જ એક બીજા ગ્રાહક તૃપ્તિ કોઠારીએ જણાવ્યું હતું કે, હું બે વર્ષથી અહીં આવું છું, અહીં સલામતી અને સાવચેતીના તમામ પગલાં લઈને કામ કરી રહ્યા છે. તે અને ગ્રાહક તથા તેના હેલ્પર પણ માસ્ક પહેરે છે, હાથ સાફ કરે છે. જે બધા માટે ઉપયોગી છે.

અન્ય સમાચારો પણ છે...