વડોદરાના ક્રાઇમ ન્યૂઝ:બર્થ ડે પાર્ટીમાં ડીજે વગાડવા બાબતે મારામારી, પાણીગેટ અને ગોત્રીમાં ટુ-વ્હિલરની ચોરી

વડોદરા21 દિવસ પહેલા
  • કૉપી લિંક

શહેરના કોયલીના લીમડીવાળા ફળિયામાં રહેતા કૌશિકભાઇ ચૌહાણની દીકરીનો જન્મદિવસ હોવાથી ડીજે અને ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન બાજુમાં રહેતા અજીતભાઇ સોમાભાઇ ચૌહાણ અને અમિતભાઇ સોમાભાઇ ચૌહાણ આવ્યા હતા. તેમણે ડીજે કેમ વગાડો છો તેમ કહીને ઝઘડો કર્યો હતો. બાદમાં ઝપાઝપી દરમિયાન ઇંટ મારતા ચિમનભાઇ ચૌહાણ અને કૌશિભાઇ ચૌહાણને ઇજા પહોંચી હતી. .

સામાપક્ષે પણ પોલીસ ફરિયાદ નોંધાવી
સામે અજીતભાઇએ પણ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, અમિતભાઇને હાર્ટની તકલીફ હોવાથી ડીજે નહીં વગાડવા કહ્યું હતું. આ મુદ્દે ઝપાઝપી થઇ. જેમાં ઘરની દીવાલની ઇંટો પડતા સામેવાળાને ઇજા થઇ છે. તેમજ સામેવાળા સંજયભાઇ ચૌહાણ, કૌશિક ચૌહાણ, રોહિત ચૌહણ અને મહેશ ચૌહાણે હુમલો કરતા તેમના સંબંધીઓને ઇજાઓ થઇ છે. આ મામલે જવાહરનગર પોલીસ સ્ટેશનમાં બંને પક્ષે મારામારીની ફરિયાદ નોંધાવી છે.

પાણીગેટ અને ગોત્રીમાં ટુ-વ્હિલરની ચોરી
શહેરના પાણીગેટમાં મસ્જિદ પાસે રહેતા મોહમદસાદીક શેખની બાવામાન દરગાહ પાસે પાર્ક કરેલી એક્ટિવા કોઇ અજાણ્યો શખ્સ ડુપ્લિકેટ ચાવીથી ખોલી ફરાર થઇ ગયો હતો. ગોત્રીમાં ધનવેલ પોઇન્ટમાં રહેતા નિતેશભાઇ દેસાઇ રોયલ એનફીલ્ડ બુલેટ તેમના એપાર્ટમેન્ટ સામે રોડ પર પાર્ક કરી રાત્રે ઘરે જઇ સૂઇ ગયા હતા. દરમિયાન સવારે જોતા બુલેટ ચોરાઇ ગયું હતું. જે અંગે તેમણે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.