ક્રાઇમ:બીફાર્મ કરનારી યુવતી કોલેજિયનોને ડ્રગ્સ સપ્લાય કરતી હોવાનો ઘટસ્ફોટ

વડોદરા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પંકજ પાસેથી માલ લેનારા મોરબીના મિતુલ આદરેજાને પોલીસે નોટિસ આપી બોલાવીને પૂછપરછ કરી
  • પાણીગેટમાં ભાડે રહેતી યુવતી અભ્યાસ પૂરો કરી વતન વલસાડ જતી રહી, પોલીસની ટીમ વલસાડ જશે
  • મિતુલ આદરેજા એક મિડિયેટરના માધ્યમ થકી પંકજ પાસેથી ડ્રગ્સ લેતો હતો

શહેરમાં નશીલા પદાર્થોનો કારોબાર કરનારા પંકજ માંગુકિયા પાસેથી એક અજાણ્યા ડ્રગ પેડલર થકી મેથામ્ફેટામાઇન ખરીદનારા મોરબીના મિતુલ આદરેજાએ પૂછપરછમાં ઘટસ્ફોટ કર્યો હતો કે, એક મીડિયેટર પાસેથી શહેરની બીફાર્મ કરી રહેલી યુવતી મેથામ્ફેટામાઇન ખરીદતી હતી. આ યુવતી કોલેજિયનોને મેથામ્ફેટામાઇન વેચતી હતી. પોલીસે મિતુલને નોટિસ આપી બોલાવ્યા બાદ તેની પૂછપરછ કરતાં આ ચોંકાવનારી માહિતી બહાર આવી હતી.

પોલીસે જણાવ્યું હતું કે, પંકજ પાસેથી મિતુલ આદરેજાનું નામ બહાર આવ્યા બાદ મોરબીના મિતુલને નોટિસ આપી વડોદરા બોલાવાયો હતો. મિતુલની પૂછપરછમાં તેણે માહિતી આપી હતી કે, તે પંકજ પાસેથી એક મીડિયેટરના માધ્યમથી મેથામ્ફેટામાઇન લેતો હતો અને આ જ મીડિયેટર થકી શહેરની પાણીગેટ વિસ્તારમાં રહેતી અને શહેરની એક યુિનવર્સિટીમાં અભ્યાસ કરતી યુવતી મેથામ્ફેટામાઇનનો જથ્થો ખરીદતી હતી અને તે કોલેજિયન યુવક-યુવતીઓને વેચતી હતી.

આ યુવતી પાણીગેટ વિસ્તારમાં ભાડેથી રહેતી હતી અને તેણે આ વર્ષે જ બીફાર્મનો અભ્યાસ પૂરો કર્યો હતો. હાલ તે તેના વતન વલસાડ જતી રહી છે, જેથી આ યુવતીની તપાસ માટે પોલીસની એક ટીમ વલસાડ મોકલાશે. પોલીસે જણાવ્યું કે, મિતુલ, યુવતી અને મીડિયેટર શખ્સની કોલ ડિટેલના આધારે તપાસ શરૂ કરાઇ છે.

બંને સાથે રાજસ્થાનના ડ્રગ પેડલર પણ જોડાયેલા 
પોલીસે જણાવ્યું હતું કે, પંકજ અને નરેન્દ્રના મોબાઈલ કોલ ડિટેલની તપાસ કરતાં બંને રાજસ્થાનના કેટલાક મિત્રો સાથે સતત સંપર્કમાં હોવાનું અને આ શખ્સો દ્વારા બંને મુંબઈ અને વાપી સહિતના વિસ્તારોમાં ડ્રગ વેેચતા હોવાનું જણાયું છે. 

અન્ય સમાચારો પણ છે...