તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચેતવણી:ઓનલાઇન ફ્રી સોફ્ટવેર ડાઉનલોડ કરતાં પહેલાં ચેતી જજો, તમારું બેંક એકાઉન્ટ ખાલી થઈ શકે છે

વડોદરા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ગઠિયાઓ મફત સોફ્ટવેરની સાથે માલવેર વાઈરસને પણ એડ કરી ખેલ પાડે છે

જો તમે ઓનલાઇન ફ્રી સોફ્ટવેર ડાઉનલોડ કરવાનું વિચારતા હોવ તો ચેતજો, કારણ કે ગઠિયાઓએ યુઝરના એકાઉન્ટ ખાલી કરવાની નવો કીમિયો અપનાવ્યો છે. ગઠિયાઓ યુઝર્સ ઈન્ટરનેટ પર સૌથી વધુ કયા વિષય પર સર્ચ કરે છે તેની માહિતી મેળવે છે. મોટાભાગે લોકો ફ્રીમાં સોફ્ટવેર મેળવવા ઈચ્છતા હોય છે.

જેથી ગઠિયાઓ તેવા પ્રકારના સોફ્ટવેર યુઝર્સને ફ્રીમાં ડાઉનલોડ કરવાની પરમિશન આપે છે અને તેની સાથે માલવેર વાઈરસને પણ એડ કરે છે. સોફ્ટવેર કમ્પ્યૂટર કે મોબાઈલમાં ઇન્સ્ટોલ થવા સાથે માલવેર પણ ઈન્સ્ટોલ થાય છે. માલવેર વાઇરસ ઇન્સ્ટોલ થતાં જ તેના મારફતે ગઠિયાઓ યુઝર્સની માહિતી મેળવી એકાઉન્ટ ખાલી કરી નાખે છે.

આવા ફ્રોડથી બચવા માટે શું કરવું ?

  • સાઈબર એક્સપર્ટ અર્જુન શર્માના મતે સૌપ્રથમ ઈન્ટરનેટ તુરત જ બંધ કરવું જોઈએ. આ સિવાય નીચેના મુદ્દા ધ્યાને રાખવા જોઈએ...
  • હંમેશાં ઓરિજિનલ એન્ટી વાઇરસ જ મોબાઈલ કે કમ્પ્યૂટરમાં ઇન્સ્ટોલ કરવું જોઈએ, ફ્રીમાં મળતા એન્ટી વાઇરસ વાપરવાથી બચવું જોઈએ.
  • એન્ટી વાઇરસ સોફ્ટવેરને સમયસર અપડેટ કરવું, જેથા નવા વાઇરસને તાત્કાલિક રિમુવ કરી શકાય.
  • સોફ્ટવેર HTTPF વાળી વેબસાઈટ પરથી જ ડાઉનલોડ કરવું જોઈએ.
  • કોઈ પણ એપ્લિકેશન ઓથેન્ટિક પ્લે સ્ટોર પરથી જ ડાઉનલોડ કરવી.

શહેરમાં છેતરપિંડીના બે બનાવો બન્યા
સ્ટડી કેસ-1

મકરપુરાના ધો.12 સાયન્સમાં ભણતા શુભમ પટેલે પ્રોજેક્ટ માટે ફ્રી સોફ્ટવેર ડાઉનલોડ કરતાં માલવેર ઇન્સ્ટોલ થઈ ગયું હતું. પછી પૉપઅપ મેસેજ આવ્યો હતો, જેના પર ક્લિક કરતા આઈફોન 25 હજારમાં મળશે તેવી લાલચ આપી હતી. ગઠિયાએ મોકલેલા QR કોડ સ્કેન કરતાં તેના પિતાના ખાતામાંથી 2.20 લાખ ઉપડી ગયા હતા.

સ્ટડી કેસ-2
સુભાનપુરાના કાર્તિક વસાવાને જાહેરાત મળી હતી, જેમાં ઘરે બેઠા ડેટા એન્ટ્રી કરી કમાવો તેમ જણાવાયું હતું. કામ માટે સોફ્ટવેર ડાઉનલોડ કરવા લિંક આવી હતી, જેની સાથે માલવેર ઇન્સ્ટોલ થયો હતો. તેમને આઇપેડ 2 હજારમાં મળશે, કહી QR કોડની લિંક મોકલી હતી. જેને સ્કેન કરતાં જ ખાતામાંથી 21 હજાર ઉપડી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...