વિવાદ:વકીલ મંડળની સભા યોજવા સામે બીસીજીનો મનાઇ હુકમ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 16મીએ સાધારણ સભા યોજાશે: ઇન્ચાર્જ પ્રમુખ

બંધારણમાં કરાયેલા સુધારાને સર્વાનુમતે મંજૂરી મળી શકે તે માટે તા.16મીએ બોલાવાયેલી વડોદરા વકીલ મંડળની સાધારણ સભા સામે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે સ્ટે આપ્યો છે. આ અંગે ઇન્ચાર્જ પ્રમુખે જણાવ્યું હતું કે, તા.16મીએ સાધારણ સભા યોજાશે.બંધારણમાં કરાયેલા સુધારાને મંજૂરી આપવા તા.16મીએ વકીલ મંડળની સાધારણ સભા બોલાવાતાં તેની સામે વકીલ મંડળના સભ્ય હર્ષદ પરમારે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં અરજી કરીને સભા સામે સ્ટેની માંગણી કરી રજૂઆત કરી હતી કે, વકીલ મંડળની ચૂંટણી ડિસેમ્બર 2019માં થઇ હતી અને ડિસેમ્બર 2020માં તેની મુદત પુરી થઇ ગઇ છે એટલે પ્રમુખ કાર્યકારી પ્રમુખ છે.

આ બોડી કોઇ નિતી વિષયક નિર્ણય લઇ ન શકે.બીસીજીએ આ અરજીના સંદર્ભમાં તા.16મીએ મળનારી સભા સામે સ્ટે આપ્યો હતો. વકીલ મંડળના પ્રમુખ હસમુખ ભટ્ટે જણાવ્યું હતું કે, વડોદરા વકીલ મંડળ એક સ્વાયત્ત સંસ્થા છે એટલે તેને સાધારણ સભા યોજતા બાર કાઉન્સિલ ઓફ ગુજરાત અટકાવી શકે નહી. તા.16મીએ સાધારણ સભા યોજાશે. વડોદરા વકીલ મંડળના પૂર્વ પ્રમુખ નલીન પટેલે જણાવ્યું હતું કે, બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તે તમામ વકીલોની માતૃ સંસ્થા છે અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે જે આદેશ કર્યો છે તેનું પાલન થવું જોઇએ.

અન્ય સમાચારો પણ છે...