મહિલા ક્રિકેટને પ્રોત્સાહન:BCAની મહિલા ક્રિકેટ ટીમને 37 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર સ્પોન્સરશીપ મળી

વડોદરા5 મહિનો પહેલા

બરોડા ક્રિકેટ એસોશિયેશન (BCA)ની મહિલા ટીમ બન્યાના 37 વર્ષ બાદ પ્રથમ વખત સ્પોન્સર મળ્યા છે. આ માટે ખાનગી કંપની એક વર્ષ માટે 30 લાખ રૂપિયા મહિલા ટીમને આપશે.

મહિલા ખેલાડીઆના ડ્રેસ પર લાગશે જાહેરાત
બરોડા ક્રિકેટ એસોશિયેશનના ઉપ પ્રમુખ શીતલભાઇ મેહતાએ જણાવ્યું હતું કે, મુંબઇ બેઝ કંપની ગેલેક્સી કાર્ગો સર્વિસિઝ દ્વારા BCAની મહિલા ક્રિકેટ ટીમને સ્પોન્સરશીપ મળી છે. જે હેઠળ ટીમની ખેલાડીઓના ડ્રેસ પર સ્પોન્સર કરનાર ખાનગી કંપનીની જાહેરાત પ્રિન્ટ કરવામાં આવશે. હાલ એક વર્ષ માટે આ સ્પોન્સરશીપ હાંસલ થઇ છે. પરંતુ સૌથી મોટી વાત એ છે કે વડોદરામાં 1985થી બરોડા ક્રિકેટ એસોશિયેશનની મહિલા ખેલાડીઓની ટીમ રમે છે અને તેના 37 વર્ષ બાદ પ્રથમ વખત સ્પોન્સરશીપ મળી છે.

આ પ્રસંગે હાજર બરોડા ક્રિકેટ ટીમની ખેલાડી તેમજ ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં સામેલ રાધા યાદવ અને યાસ્તિકા ભાટીયાએ જણાવ્યું હતું કે સ્પોન્સરશીપ મળવાથી મહિલા ખેલાડીઓને પ્રોત્સાહન મળશે. હજું પણ દેશમાં ક્રિકેટમાં મહિલા ખેલાડીઓમાં ઘણું ટેલેન્ટ છુપાયેલું છે.