આયોજન:ચૂંટણી પૂર્વે કોટંબી ખાતે આજે BCA પ્રમુખની ડિનર ડિપ્લોમ્સી

વડોદરા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પૂર્વ ક્રિકેટરો-હોદેદારોને આમંત્રણ, રણજી- મહિલા ટીમની બાદબાકી

આગામી મહિનાઓમાં બરોડા ક્રિકેટ એસોસીયેશનની ચૂંટણી યોજાવાની છે. ત્યારે અત્યારથી જ સતારૂઢ જૂથે તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેના ભાગ રૂપે કોટંબી સ્ટેડિયમ ખાતે બીસીએના પ્રમુખ દ્વારા ડીનર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. ડીનર પાર્ટીના આયોજન અને આમંત્રણમાં આમંત્રણ આપનાર તરીકે બીસીએમાં ફરજ બજાવતી યુવતીનું નામ દર્શાવાયું છે. તેમાં કોઈ પણ જગ્યાએ પ્રમુખનો ઉલ્લેખ કરાયો નથી. પણ યુવતીએ જણાવ્યું હતું કે ‘આ આયોજનના યજમાન બીસીએના પ્રમુખ છે, બીસીએ નથી.

છેલ્લા કેટલાક સમયથી રીવાઈવલ જૂથને મજબૂત બનાવવાના પ્રયાસ વચ્ચે કેટલાકની નારાજગી હજૂૂ સુધી દૂર થઇ નથી. ભુતકાળમાં જૂથના જ અનેક આગેવાનોએ બીસીએના વહીવટ સામે નારાજગી દર્શાવી છે. પણ વહીવટમાં કોઈ ફેર પડયો નથી. જેથી વેરવિખેર થયેલા રીવાઈવલ જૂથના સભ્યો વધુ વેરવિખેર ના થાય તે માટે ડેમેજ કંટ્રોલના ભાગ રુપે પણ ડીનરનું આયોજન કરાયું હોવાનું મનાય છે. એપેક્ષ કમિટીના સભ્યોને પણ ડીનર માટે આમંત્રણ અપાયું છે.

જો કે કેટલાક સભ્યો હજુ પણ નારાજ છે, પરંતું હંગામી એકતા દર્શાવવા માટે ડીનરમાં જરૂર ભાગ લેશે. આ ડીનરમાં એક જાણીતા તબીબ અને ધારાશાસ્ત્રી પણ ભાગ નહી લે એમ જાણવા મળે છે. આ ડીનર પાર્ટીમાં રણજી ટઅને મહિલા ટીમને આમંત્રણ અપાયું નથી.

અન્ય સમાચારો પણ છે...