તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અભિપ્રાય:કોચ તરીકે વોટમોરને જ ચાલુ રાખવા BCA મક્કમ

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પ્રમુખે એપેક્ષના સભ્યો પાસે અભિપ્રાય માગ્યા

BCCI દ્વારા કોરોનાને લઈ આગામી ડોમેસ્ટીક સિઝનની પ્રવૃતિ અંગે ગાઈડ લાઈન દેશના વિવિધ ક્રિકેટ એસો.ને મોકલતાં ડેવ વોટમોરને જ બીસીએના કોચ તરીકે ચાલુ રાખવા સતાધીશોએ એપેક્ષ કાઉન્સીલના સભ્યોનો અભિપ્રાય માંગ્યો છે. ‘કોરોનાને લીધે 60 વર્ષ કરતાં વધુ ઉંમરની વ્યક્તિને ક્રિકેટ પ્રવૃતિથી દૂર રાખવાની બોર્ડની ગાઈડ લાઇનના સંબંધમાં બીસીએના પ્રમુખ પ્રણવ અમીને એપેક્ષ કાઉન્સીલના સભ્યોને ઇ-મેલ કરી જણાવ્યું છે કે, ગાઈડ લાઇનથી વોટમોરની નિયુક્તિને અસર થાય તેમ છે બીસીસીઆઈ અને અન્ય નિષ્ણાતો સાથે વાતચીત કર્યા બાદ એવું ફલીત થાય છે કે બોર્ડે મોકલેલી ગાઈડ લાઈન એ સૂચનો છે,

એ કોઈ ફરજીયાત નિયમ નથી. મને આશા છે કે બધા સભ્યો મારી સાથે છે અને જો કોઈને વાંધો હોય તો તે રજૂ કરી શકે છે. અન્યથા આગળની પ્રક્રિયાને આગળ વધારાશે. જો કે આ બાબતે કેટલાકએપેક્ષ સભ્યોએ વિરોધ કર્યો હોવાનું જાણવા મળે છે. સૂત્રોના જણાવ્યા મુજબ વોટમોરની ગેરહાજરીમાં અંડર-19માં વડોદરાને નેશનલ ચેમ્પિયન બનાવનાર અજીત ભોઈટે, રણજી ચેમ્પિયન બનાવનાર જેકોબ માર્ટિન,ઇરફાન પઠાણને તક આપી શકાય તેમ હતું.

અન્ય સમાચારો પણ છે...