દિવ્યાંગ ક્રિકટરો માટેની બીસીસીઆઈની પહેલ અંગે બીસીએને કોઈ સુચના અપાઈ નથી જેથી બીસીએ બીસીસીઆઈના સંદેશાની રાહ જોઈ રહ્યું હોવાનું જાણવા મળે છે. સૂત્રો મુજબ ‘ભારતીય ડોમેસ્ટિક ટીમની જેમ હવે દરેક રાજ્યમાં બીસીસીઆઈ દ્વારા દિવ્યાંગોની પણ સત્તાવાર ટીમ તૈયાર કરવાનો પ્રયાસ હાથ ધરાયો છે. આ માટે દરેક રાજ્યમાં ખેલાડીઓનું રજિસ્ટ્રેશન શરૂ કરાયું છે, જેને પ્રબળ પ્રતિસાદ મળ્યો છે. દેશમાંથી બીસીસીઆઈમાં 1500 દિવ્યાંગ ક્રિકેટરોનું રજિસ્ટ્રેશન થયું છે, જેમાં વડોદરાના 150 સહિત ગુજરાતના 400 ક્રિકેટરોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
ડિફ્રન્ટર ક્રિકેટ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ડાયરેક્ટર (ક્રિકેટ ઓપરેશન) અને ચીફ કોચ મુન્નાસીંગે જણાવ્યું કે, બીસીસીઆઈએ દિવ્યાંગ ક્રિકેટર્સ માટે ડિફ્રન્ટલી એબલ્ડ કમિટી (ડીસીસીઆઈ)ની રચના કરી છે. જે ખેલાડીઓનું રજિસ્ટ્રેશન કરે છે.
જેમાં પ્રજ્ઞાચક્ષુ, બધીર, ફિઝિકલ ડિસેબલ અને વ્હીલચેર ખેલાડીઓ રજિસ્ટ્રેશન કરાવી શકશે. રજિસ્ટ્રેશન બાદ ઝોનલ ટેલન્ટ હન્ટ પ્રક્રિયા પછી સિલેક્શન બાદ ટીમ તૈયાર થશે. બીસીએ સાથે આ અંગે વાત ચાલે છે. જ્યારે બીસીએના સેક્રેટરી અજીત લેલેએ જણાવ્યું હતું કે ‘ અમને આ બાબતે બીસીસીઆઈ તરફથી કોઈ સુચના મળી નથી પણ સુચના મળશે ત્યારે બીસીએ તરફથી જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.