આક્ષેપ:BCA ક્યૂરેટર ખાનગી એકેડેમીનું ગ્રાઉન્ડ બનાવતા હોવાનો આરોપ

વડોદરા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બીસીએના સેક્રેટરી દ્વારા કરાયેલા ઇ-મેલથી હોદ્દેદારોમાં હલચલ
  • સોમવારે મળનારી એપેક્ષ બેઠકમાં ચર્ચા તોફાની બનવાનાં એંધાણ

બરોડા ક્રિકેટ એસોસિયેશનના ક્યુરેટર ખાનગી એકેડેમીનું ગ્રાઉન્ડ બનાવતાં હોવાનો આરોપ લગાવતા બીસીએના સેક્રેટરી અજીત લેલેના ઇ-મેલથી હોદ્દેદારોમાં ભારે હલચલ મચી ગઈ છે. જેને પગલે સોમવારના રોજ મળનારી એપેક્ષ બેઠક તોફાની બને તેવી સંભાવના છે.બીસીએના સેક્રેટરીએ હોદ્દેદારોને ઇ-મેલ કરીને જણાવ્યું છે કે, ગોત્રી- સેવાસી રોડ પર આવેલા મેદાનનું 20 ફેબ્રુઆરીના રોજ ઉદઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારે એકેડેમીના માલિકે જાહેરમાં કહ્યું હતું કે ‘વિકેટ અને મેદાન બીસીએના ક્યુરેટર વાસુ પટેલ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે.

મેદાનના ઉદઘાટન સમારોહમાં બીસીએના કેટલાક હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા. આ ઉપરાંત રિલાયન્સ મેદાન પર ગ્રાઉન્ડ સ્ટાફનું બીસીએ દ્વારા ચેકિંગ થયું હતું ત્યારે 50 ટકા સ્ટાફ ગાયબ હતો. આ સંજોગોમાં હેડ ક્યુરેટર્સને હવે બીસીસીઆઈની મેચના એક મહિના પહેલાંથી ક્રિકેટ સિઝન દરમિયાન કન્સલ્ટન્ટ તરીકે રાખવા જોઇએ. બાકીનો સમય આસિસ્ટન્ટ ક્યુરેટરથી કામ ચલાવી શકાય.

મેં માર્ગદર્શન આપ્યું છે, એક પણ પૈસો લીધો નથી
બીસીએના ક્યુરેટર વાસુ પટેલે જણાવ્યું હતું કે, ‘વાત સાચી છે પણ જે મેદાનની તૈયારીમાં મેં માર્ગદર્શન આપ્યું છે તે મેદાન પર ક્રિકેટ મેચો રમાવાની છે અને આપણા શહેરના જ ક્રિકેટરો રમવાના છે. ક્રિકેટના હિત માટે મેં નિ:શુલ્ક સેવા આપી છે અને એક પણ પૈસો લીધાે નથી.

સીઈઓ સહિત દરેકની કામગીરીની સમીક્ષા કરો
બીસીએની ક્રિકેટ પ્રક્રિયા અને સીઈઓ સહિતના કર્મીના કામની સમીક્ષા કરવા બીસીએના એપેક્ષ મેમ્બર કમલ પંડ્યાએ હોદ્દેદારોને અનુરોધ કર્યો છે. અંડર-19, અંડર-25 સહિતની ટીમની પસંદગી, સીઈઓ, ક્યુરેટરોના કામની સમીક્ષા થવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...