ગુજરાત રાજ્યમાં 3 ક્રિકેટ એસોસિયેશનો છે, તે પૈકી વડોદરાના કોચ-સીઈઓનો પગાર ગુજરાત ક્રિકેટ એસોસિયેશન અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન કરતાં વધુ હોવા છતાં વડોદરાની મોટાભાગની ટીમોને દેખાવ નબળો થતાં બીસીએના સત્તાધીશો ચોંકી ઊઠ્યા છે. એપેક્ષ કમિટી મુજબ બીસીએના સીઇઓ શિશિર હટંગડીનો વાર્ષિક પગાર 63.40 લાખ છે, જ્યારે કોચ ડેવ વોટમોરનો વાર્ષિક પગાર 1 કરોડ છે. સીઈઓના પગારમાં તાજેતરમાં વાર્ષિક 15 ટકા લેખે 9.96 લાખનો વધારો કરાયો છે.
આ સંબંધમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનના અગ્રણી અને બીસીસીઆઈના પૂર્વ સેક્રેટરી નિરંજન શાહે જણાવ્યું કે, અમારે ત્યાં સીઈઓનો વાર્ષિક પગાર 36 લાખ છે અને કોચનો વાર્ષિક પગાર 10 લાખ છે. જ્યારે ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના સેક્રેટરી અશોક બ્રહ્મભટ્ટે જણાવ્યું કે, અમારે ત્યાં સીઈઓનો વાર્ષિક પગાર 18 લાખ છે અને કોચનો વાર્ષિક પગાર 16 લાખ છે.
દર વર્ષે વડોદરા કોચ સહિતના હોદ્દા માટે મોટી રકમ ખર્ચે છે છતાં આ વર્ષે વડોદરા રણજી ટ્રોફીમાં તળિયે પહોંચી ગયું હતું. રણજીમાં બરોડા ટીમને 3 પોઈન્ટ, ગુજરાતને 7 અને સૌરાષ્ટ્રને 14 પોઈન્ટ મળ્યા હતા. બીસીએ ચીફ કોચને વર્ષે 1 કરોડ ઉપરાંત સહાયક કોચને 24 લાખ આપ્યા હતા. ટ્રેનર-ફિજિયોને 25-25 લાખ આપે છે. મસાજરને વાર્ષિક 8 લાખ અપાય છે. અન્ય ખર્ચા સહિત 2 કરોડ સ્ટાફ પાછળ ખર્ચાય છે.
કોનો કેટલો પગાર? | ||
હોદ્દો | માસિક | વાર્ષિક |
બીસીએ ચીફ કોચ | 9 લાખ | 1 કરોડ |
સીઇઓ | 5.40 લાખ | 63.40 લાખ |
ગુજરાત ચીફ કોચ | 1.35 લાખ | 16 લાખ |
સીઈઓ | 1.5 લાખ | 18 લાખ |
સૌરાષ્ટ્ર ચીફ કોચ | 83 હજાર | 10 લાખ |
સીઇઓ | 3 લાખ | 36 લાખ |
સૌરાષ્ટ્ર ક્રિકટે એસોસિયેશન ચીફ કોચને વાર્ષિક રૂા. 10 લાખ જ ચૂકવે છે છતાં રણજીમાં તેને 14 પોઇન્ડ મળ્યા છે.
આ વર્ષનું પ્રદર્શન
BCA
GCA
સૌરાષ્ટ્ર
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.