સૂચના:ન્યાયમંદિરની જાળવણી માટે બેરિકેટિંગ કરવામાં આવશે

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મ્યુનિસિપલ કમિશનરે ઐતિહાસિક ઇમારતની મુલાકાત લીધી
  • ​​​​​​​ઇમારત ફરતે 24 કલાક સિક્યુરિટી અને રોજ સાફ સફાઇ કરવાની સૂચના અપાઇ

મુખ્યમંત્રી દ્વારા પાલિકાને ઐતિહાસિક ન્યાયમંદિરનો વારસો સોંપવામાં આવ્યો છે ત્યારે કમિશનર બંછાનિધિ પાનીએ મુલાકાત કરી ઈમારત ફરતે બેરીકેટિંગ સાથે સ્વચ્છતા જાળવવા સૂચના આપી હતી. ન્યાયમંદિરમાં સીટી મ્યુઝિયમ બનાવવા સાથે શુભ પ્રસંગો માટે ભાડે આપવાનું તંત્રનું આયોજન છે.

મ્યુ.કમિશનરે ઇમારત ફરતે 24 કલાક સિક્યુરિટી, ઈમારતની રોજ સાફ સફાઈ અને તેનું મેન્ટેનન્સ કરી મિલકતને જાળવવાની સૂચના આપી છે. તદુપરાંત ઇન્વેન્ટરી રેકોર્ડ અને તેની જાળવણી કરવા, ન્યાયમંદિર ઇમારતની અંદર અને બહાર વિડીયોગ્રાફી ફોટોગ્રાફી કરાવી તેના રેકોર્ડની સાચવણી કરવા તેમજ વિઝીટર બુક ફરજિયાત રાખવા અધિકારીઓને સૂચન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...