મીઠાઈના ઉત્પાદનમાં નવો વિક્રમ:બરોડા ડેરી દ્વારા ચાલુ વર્ષે 100 ટન મીઠાઈ વેચાણ કરાશે

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોના મહામારી પૂર્વેની રોનક બજારોમાં ફરી શરૂ થઈ છે ત્યારે બરોડા ડેરી દ્વારા પણ મીઠાઈની વિવિધ બનાવટોના ઉત્પાદનમાં નવો વિક્રમ સ્થાપિત કરવામાં આવ્યો છે અને ચાલુ વર્ષે 100 ટનનું વેચાણ થાય તેવો અંદાજ મૂકવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના સંક્રમણને કારણે ગત વર્ષે મીઠાઈનું વેચાણ ઘટીને 66 ટન જેટલું થઈ ગયું હતું.

​​​​વડોદરા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ કે જે બરોડા ડેરી તરીકે પ્રચલિત છે તેની દૂધ સહિતની જુદી જુદી બનાવટોનું વેચાણ મોટા પાયે થઈ રહ્યું છે અને આ તમામ વેચાણ વડોદરામાં જ થઈ રહ્યું છે. દિવાળીના પર્વ દરમિયાન પણ બરોડા ડેરીની મીઠાઈનું મોટા પ્રમાણમાં વેચાણ થતું હોય છે. 3 વર્ષ પહેલાં એટલે કે વર્ષ 2018માં 88 ટન, વર્ષ 2019માં 75 ટન મીઠાઈનું વેચાણ થયું હતું. જ્યારે ગત વર્ષે કોરોનાની કપરી સ્થિતિ હતી અને તેમ છતાં દિવાળીના તહેવારમાં 66 ટન મીઠાઈનું વેચાણ થયું હતું.

આ અંગે બરોડા ડેરીના ઉપપ્રમુખ જી.બી. સોલંકી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આ વખતે 103 મેટ્રિક ટન મીઠાઇ બનાવવાનું આયોજન છે અને 100 મેટ્રિક ટનથી વધુ મીઠાઈના વેચાણનો અંદાજ છે.

અન્ય સમાચારો પણ છે...