કોરોનાની જીવલેણ મહામારીમાં વડોદરા જિલ્લા સહકારી ક્ષેત્રે અગ્રેસર બરોડા ડેરી પણ આગળ આવી છે. બરોડા ડેરી દ્વારા છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ઓક્સિજન પ્લાન્ટ શરૂ કર્યો છે. આ ઓક્સિજન પ્લાન્ટ દ્વારા 1000 દર્દીઓને ઓક્સિજન પૂરો પાડશે. બરોડા ડેરીએ 52.51 લાખના ખર્ચે મેડિકલ ઓક્સિજન પ્લાન્ટનું આજે ડેરીના પ્રમુખ અને ઉપપ્રમુખના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે છોટાઉદેપુર જિલ્લાના ધારાસભ્યો, ડેરીના ડિરેક્ટર્સ, કલેક્ટર, ડીડીઓ અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ઓક્સિજન પ્લાન્ટ શરૂ કર્યો
બરોડા ડેરીના ઉપપ્રમુખ જી.બી. સોલંકીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, બરોડા ડેરી વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં પથરાયેલી સૌથી મોટી સહકારી સંસ્થા છે. કોરોનાની ચાલી રહેલી મહામારીમાં બરોડા ડેરી દ્વારા છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ઓક્સિજન પ્લાન્ટ શરૂ કર્યો છે. આ ઓક્સિજન પ્લાન્ટની સાથોસાથ વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં એમ્બ્યુલન્સ સુવિધા પણ શરૂ કરવામાં આવશે.
સેનિટાઇઝર અને માસ્ક અંગે જાગૃતિનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે
જી.બી. સોલંકીએ વધુમાં જણાવ્યું હતું કે, બરોડા ડેરી વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં પથરાયેલી સૌથી મોટી સહકારી સંસ્થા છે. જેમાં 1200 જેટલી દૂધ મંડળીઓનો સમાવેશ થાય છે. અને 2 લાખ જેટલા દૂધ ઉત્પાદકો સંકળાયેલા છે. છેલ્લા દોઢ વર્ષથી ચાલી રહેલી કોરોનાની મહામારીમાં બરોડા ડેરી દૂધ ઉત્પાદકો અને બરોડા ડેરીના કર્મચારીઓને સલામત રાખવા બરોડા ડેરી મેનેજમેન્ટ દ્વારા સતત પ્રયત્નશિલ છે. બરોડા ડેરી દ્વારા સેનિટાઇઝર, માસ્ક, મહામારી સામે જાગૃતિનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.