તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પડતા પર પાટુ:બરોડા ડેરીએ અમૂલ કરતાં રૂ. 2 વધાર્યા રોજ લોકોના 8.50 લાખ વધુ ખંખેરશે

વડોદરા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • બરોડા ડેરીએ પેટ્રોલ-ડીઝલ અને ઘાસચારાે મોંઘાં થયાનું કારણ આપી ભાવવધારો ઝીંક્યો

અમૂલ કરતાં બરોડા ડેરીની બ્રાંડ વધુ મોંઘી બની છે. અમૂલે દૂધમાં લિટરે રૂા.2નો વધારો કરતાં તેની સામે બરોડા ડેરીએ અમૂલ ગોલ્ડમાં લિટરે રૂા.4નો અને અમૂલ શક્તિમાં રૂા.2નો તોતિંગ ભાવ વધારો કર્યો છે. હવે અમૂલ કરતાં બરોડા ડેરીની બ્રાંડ વધુ મોંઘી થઈ છે. બરોડા ડેરી રોજનું 4.25 લાખ લિટર દૂધનું વેચાણ કરે છે. ભાવ વધારો થતાં ડેરી રોજના 8.50 લાખ અને વર્ષે રૂા.3 કરોડ શહેરીજનોના ખિસ્સામાંથી વધારાના ખંખેરી લેશે.

બરોડા ડેરીના સંચાલકોએ પેટ્રોલ-ડીઝલ અને ઘાસચારાનો ભાવવધારો તેમજ મજૂરી મોંઘી થઈ હોવાથી અમૂલ કરતાં વધુ ભાવ લેવાનું નક્કી કર્યું હોવાનું જણાવ્યું છે. લોકો મોટાભાગે અમૂલ ગોલ્ડ અને અમૂલ શક્તિનો વધારે ઉપયોગ કરતા હોય છે. ગોલ્ડમાં લિટરે રૂા.4નો અને શક્તિમાં રૂા.2નો વધારો કરીને ડેરીએ શહેરીજનોની કમર તોડી નાખી છે. ઉલ્લેખનિય છે કે, કોરોનામાં લોકોની આર્થિક સ્થિતિ કથળી છે ત્યારે અમૂલ કરતાં પણ રૂા.2 થી રૂા.4નો વધારો ઝીંકી બરોડા ડેરીએ કોરોનામાં પણ નફો કમાવવાની તક ઊભી કરી છે.

ડેરી પશુપાલકોને યોગ્ય વળતર નથી આપતી
પાલિકાના કોંગ્રેસના નેતા અમી રાવતએ કહ્યું-​​​​​​​ લોકો ડેરી પર નિર્ભર થઈ ગયા છે ત્યારે ડેરી મનફાવે તેવા ભાવ વસૂલે છે. બીજી તરફ પશુપાલકોને યોગ્ય વળતર ચૂકવાતું નથી. અમૂલે રૂા.2નો જ વધારો કર્યો હોય તો પછી બરોડા ડેરીએ શું કામ લિટરે રૂા.4નો વધારો કરવો જોઈએ.

બાળકો માટે દૂધ મેળવવું દોહ્યલુ બન્યું
શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલે કહ્યું- ​​​​​​​પેટ્રોલ-ડીઝલ,ખાદ્યતેલ, ગેસ બાદ હવે દૂધના ભાવમાં વધારો થતાં મહિલાઓ માટે ઘર ચલાવવું અઘરું થઈ ગયું છે. દૂધ તો બાળકોના પોષણની મુખ્ય જરૂર છે, ત્યારે દૂધનો ભાવ વધારો થતાં બાળકોના દૂધ પર કાપ મુકાયો છે.

બરોડા ડેરી પોતાની રીતે ભાવ લઈ શકે છે
જીસીએમએમએફના વાઈસ ચેરમેન વાલમજી હુમ્બલે કહ્યું- ગુજરાત કો-ઓપ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની સ્થાપના પહેલાં દૂધ વેચતી ડેરીઓને સત્તા છે કે તે પોતાની રીતે ભાવ લેે. ફેડરેશનની રચના બાદ જે ડેરી અસ્તિત્વમાં આવી તેમને અમૂલ મુજબ ભાવ લેવા પડશે. બરોડા ડેરી પોતાની રીતે ભાવ લઈ શકે છે.

અમદાવાદની તુલનાએ વડોદરામાં દૂધની કિંમત વધુ, અમદાવાદ કરતાં વડોદરામાં દૂધના ભાવ વધુ છે, અમૂલ શક્તિનો ભાવ સુરતમાં પણ ઓછો છે.

દૂધનો પ્રકારમાપસુરતઅમદાવાદવડોદરા
ગોલ્ડ500 mlરૂ.30રૂ.29રૂ.30
શક્તિ500 mlરૂ.26રૂ.26રૂ.27
તાઝા500 mlરૂ. 23રૂ. 23રૂ.23

અન્ય સમાચારો પણ છે...