તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Baroda Dairy Elation As Many As 48 Nomination Papers Were Filed Till The Last Day Today Ranjit Rathwa And GB Solanki Declared Uncontested

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બરોડા ડેરીની ચૂંટણી:આજે છેલ્લા દિવસ સુધીમાં 48 ઉમેદવારી પત્રો ભરાયા, નસવાડી બેઠક પર જી.બી. સોલંકી અને પાવીજેતપુર બેઠક પર રણજીત રાઠવા બિનહરીફ જાહેર

વડોદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
બરોડા ડેરીના વર્તમાન ઉપપ્રમુખ જી.બી. સોલંકી - Divya Bhaskar
બરોડા ડેરીના વર્તમાન ઉપપ્રમુખ જી.બી. સોલંકી
  • 28 ડિસેમ્બરના રોજ બરોડા ડેરીની ચૂંટણી યોજાશે, 29 ડિસેમ્બરે મતગણતરી થશે

વડોદરા જિલ્લા સહકારી ક્ષેત્રે સૌથી મોટી વડોદરા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી મંડળી(બરોડા ડેરી)ની આગામી 28 ડિસેમ્બરના રોજ યોજાનાર ચૂંટણીના પગલે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા આજે પૂર્ણ થઇ ગઇ છે. ઉમેદવારી ફોર્મ ભરવાના છેલ્લા દિવસ સુધીમાં કુલ 48 ઉમેદવારી પત્રો ભરાયા છે. આ ઉપરાંત બરોડા ડેરીની નસવાડી બેઠક પર બરોડા ડેરીના વર્તમાન ઉપપ્રમુખ જી.બી. સોલંકી અને પાવીજેતપુર બેઠક પર રણજીત રાઠવા બિનહરીફ જાહેર થયા છે. આગામી 28 ડિસેમ્બરના રોજ બરોડા ડેરી ખાતે મતદાન થશે.

બરોડા ડેરીની ચૂંટણીને લઇને સહકારી ક્ષેત્રના રાજકારણમાં ગરમાવો
ઉલ્લેખનિય છે કે, વડોદરા જિલ્લાની સૌથી મોટી બરોડા ડેરી વડોદરા જિલ્લા ઉપરાંત છોટાઉદેપુર અને નર્મદા જિલ્લાની 1095 દૂધ ઉત્પાદક મંડળીઓ ધરાવતી ડેરી છે. આ મંડળીઓ દ્વારા બરોડા ડેરીના વહીવટ માટે 13 ડિરેકટરો ચૂંટવામાં આવશે, ત્યારે બરોડા ડેરીની આગામી 28 ડિસેમ્બરના રોજ યોજાનાર ચૂંટણી માટે પ્રથમ ચરણ રૂપી ઉમેદવારી પત્રો ભરવાના આજે ત્રીજા દિવસે વર્તમાન પ્રમુખ, ઉપપ્રમુખ અને વર્તમાન ડિરેક્ટરો સહિત સહકારી આગેવાનોએ ઉમેદવારી પત્રો ભરવા સાથે જિલ્લા સહકારી ક્ષેત્રે બરોડા ડેરીની ચૂંટણીને લઇ ગરમાવો આવી ગયો છે.

29 ડિસેમ્બરે બરોડા ડેરી ખાતે જ મતગણતરી થશે
આજે 4 ડિસેમ્બરે ઉમેદવારી પત્રો ભરવાનો છેલ્લો દિવસ હતો. ત્યારે કુલ 48 ઉમેદવારો ફોર્મ ભર્યા છે. 7 ડિસેમ્બરે ઉમેદવારી પત્રો ચકાસવામાં આવશે. 10 ડિસેમ્બરથી તા.17 ડિસેમ્બર સુધી ઉમેદવારી પત્રો પરત ખેંચવાનો રહેશે. 28 ડિસેમ્બરના રોજ બરોડા ડેરી ખાતે મતદાન થશે અને 29 ડિસેમ્બરના રોજ બરોડા ડેરી ખાતે જ મતગણતરી હાથ ધરવામાં આવશે. આમ બરોડા ડેરીની ચૂંટણીને લઇ જિલ્લા સહકારી ક્ષેત્રે ગરમાવો આવી ગયો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો