નફાની વહેંચણી:બરોડા સેન્ટ્રલ બેંક 2200 સભાસદને ડિવિન્ડ આપશે

વડોદરા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 34 વર્ષ બાદ બેંકે રૂા.10.25 કરોડનો નફો કર્યો

બરોડા સેન્ટ્રલ કો-ઓ બેંકે 34 વર્ષ બાદ માર્ચ-2022માં 129 કરોડની ખોટ દૂર કરીને 10.25 કરોડનો ચોખ્ખો નફો પ્રાપ્ત કર્યો છે. બેંક 34 વર્ષ બાદ પ્રથમ વખત 2200 શેર સભાસદને 5 ટકા ડિવિડન્ડ વહેંચશે. બેંકનું નેટવર્થ રૂા.9799.32 લાખ થયું છે. ઉલ્લેખનિય છે કે, બેંકની ગુરુવારે એજીએમ મળી હતી.

ચેરમેન અતુલ પટેલે જણાવ્યું કે, બેંકનું શેર ભંડોળ 2008-09માં 12.11 કરોડ હતું, જે 2021-22માં 18.34 કરોડ થયું છે. જ્યારે થાપણો 280.26 કરોડથી વધી 1240.87 કરોડ થઈ છે. નેટ એનપીએ ઝીરો ટકા છે. બેંકમાં 2021-22માં રોકાણ 824.68 કરોડ, ધિરાણો 501.75 કરોડ, નેટવર્થ રૂા.97.99 કરોડ થઈ છે.

ગ્રોસ એનપીએની ટકાવારી 8.78 ટકા પહોંચી છે. બેંકની બેઠકમાં 30 જૂન,2021ના રોજ મળેલી સભાની કાર્યવાહીને બહાલ કરી હતી. બોર્ડ ઓફ ડિરેક્ટરનો 31 માર્ચ,2022ના પૂરા થતા વર્ષનો અહેવાલ તેમજ નાબાર્ડ નિયુક્ત સ્ટેચ્યુટરી ઓડિટરે પ્રમાણીત કરેલું સરવૈયું તેમજ નફાના હિસાબોને માન્ય રાખવા અને બેંકના સંચાલક મંડળની ભલામણ મુજબ નફાની વહેંચણીને મંજૂરી અપાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...