ગૌરવ:પ્રથમ ફૂટબોલ લીગ ફાઈનલમાં બરોડા બિલઝેરિયન્સ વિજયી

વડોદરા5 દિવસ પહેલા
  • કૉપી લિંક

બરોડા ફૂટબોલ એકેડેમી વડોદરા દ્વારા યોજાયેલી સૌથી મોટી હરાજી આધારિત બરોડા ફૂટબોલ લીગ ટુર્નામેન્ટની ફાઈનલમાં પારુલ યુનિવર્સિટીની માલિકીની સ્ટેરીપુલને પીયુ-યુનાઈટેડની માલિકીની બરોડા બિલઝેરિયન્સે 2-0 ગોલથી પરાજય આપ્યો હતો.ફાઈનલ 21મી નવેમ્બરે સ્ટેરીપુલ અને બરોડા બિલઝેરિયન્સ વચ્ચે ફાઈનલ યોજાઈ હતી.

બરોડા બિલઝેરિયન્સે PU યુનાઇટેડની 0 સામે બે ગોલથી મેચ જીતી લીધી હતી. અંતિમ ગોલ બરોડા બિલઝેરિયન્સની ટીમના દાનેન્દ્રએ કર્યો હતો.વિજેતા ટીમ બરોડા બિલઝેરિયન્સને રૂ. 1,00,000નો ચેક અને રનર્સ અપ પીયુ યુનાઈટેડને રૂ. 50,000 જ્યારે બીજી રનર અપ, ટીમ ડીપી-ટાઇટન્સને રૂ. 25,000નો ચેક અર્પણ કરાયો હતો.આ સ્પર્ધા 13મી ઓક્ટોબરના રોજ શરૂ થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...