ભાસ્કર વિશેષ:નોટો પરના બાપુ મોહનદાસ કરમચંદ ગાંધી નથી, ચિત્ર છે જેમાં કોઇ આત્મા નથી, બાપુ ચિત્ર નથી વિચારધારા છે : તુષાર ગાંધી

વડોદરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહાત્મા ગાંધીના પ્રપૌત્રે કહ્યું, સાવરકરે ગોડસેને બંદૂક શોધવામાં મદદ કરી હતી

મહાત્મા ગાંધીના પ્રપૌત્રએ ગઈકાલે વીર સાવરકર મુદ્દે એક ટ્વિટ કર્યું અને ફરી તે ચર્ચાનો વિષય બન્યો હતો. મહત્વનું છે કે ગાંધીજીના પ્રપૌત્ર આજે વડોદરાની મુલાકાતે આવ્યા હતા અને તેમણે દિવ્ય ભાસ્કર સાથે વાતચીત દરમિયાન હાલની સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા કે જ્યારથી ભાજપની સરકાર સત્તામાં આવી છે ત્યારથી જ ઇતિહાસ બદલવાની એમની મુહિમ છે, તે બહુ જ જોરશોરથી ચલાવી છે.

ઇતિહાસ બદલવાની એમની મુહિમ
​​​​​​​
ટ્વિટ કરવાનો મારો ઉદ્દેશ્ય એ નથી કે આ કેસ રીઓપન થાય. પરંતુ, તેનો ઉદ્દેશ્ય એટલો જ છે કે, જે તથ્ય બહાર આવ્યાં છે તે યાદ તો કરો. જો સરકાર મહાત્મા ગાંધીનો ફોટો ચલણી નોટ પરથી હટાવી દેશે તો હું આ સરકારનું પહેલી અને છેેલ્લી વાર સમર્થન કરીશ. તુષારગાંધીના જણાવ્યા પ્રમાણે જે વિચારધારાએ બાપુની હત્યા કરાવી એ વિચારધારા બાપુનું મહિમામંડન ન કરે એ બહુ સ્વાભાવિક છે. એટલે ગાંધીને એમને ગમતા સ્વરૂપમાં રજૂ કરવાની કોશિશ હોય કે, સાબરમતી આશ્રમ બદલવાની કોશિશ હોય આ બધું સરકારનું કાવતરું છે.

સાબરમતી આશ્રમ બદલવાની કોશિશ હોય આ બધું સરકારનું કાવતરું
નોટો પર જે બાપુ છે એ મોહનદાસ કરમચંદ ગાંધી નથી. એ એક ચિત્ર છે જેમાં કોઇ આત્મા નથી, કોઇ નિષ્ઠા નથી. મહત્વનું છે કે ટ્વિટ મુદ્દે પણ કહી રહ્યા છે કે, સાવરકરનાં પરિવારજનોને કોર્ટમાં જવું હોય તો ભલે જાય. મને કોર્ટમાં કપૂર કમિશનના રિપોર્ટ રજૂ કરવાનો મોકો મળશે.

બાપુ એક વિચારધારા
ઉપરાંત કે જેમાં કોઇ એક વિચારધારા નથી. બાપુ એક વિચારધારા છે. એ વિચારધારા જળવાઇ રહેવી જોઇએ. એ તસવીરની આપણને જરૂર નથી. જો નોટો પરથી સરકાર બાપુની તસવીર હટાવી દેશે તો પહેલી અને છેલ્લીવાર હું સમર્થન કરીશ અને એમની સાથે ઊભો રહીશ. તુષાર ગાંધીએ ગઇકાલે ટ્વિટ કર્યું હતું.

સાવરકરે માત્ર અંગ્રેજોને જ મદદ કરી એવું નથી
સાવરકરે માત્ર અંગ્રેજોને જ મદદ કરી ન હતી. તેમણે નથુરામ ગોડસેને બાપુની હત્યા માટે એક સક્ષમ બંદુક શોધવામાં મદદ કરી હતી. હત્યાના બે દિવસ પહેલા ગોડસે પાસે એમ.કે.ગાંધીની હત્યા માટે વિશ્વસનિય હથીયાર નહોતું.

અન્ય સમાચારો પણ છે...