તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અબુધાબીમાં પ્રથમ હિંદુ મંદિર:‘અલ વાકબા’માં 20 હજાર મીટરમાં BAPSનું સ્વામિનારાયણ મંદિર બનશે, ડિઝાઇન જાહેર કરવામાં આવી

વડોદરા5 મહિનો પહેલા
 • કૉપી લિંક
જાહેર કરવામાં આવેલી સ્વામિનારાયણ મંદિરની ડિઝાઇન. - Divya Bhaskar
જાહેર કરવામાં આવેલી સ્વામિનારાયણ મંદિરની ડિઝાઇન.
 • 25 હજાર ઘનફૂટ પથ્થરો પર રાજસ્થાન, ગુજરાતમાં કોતરણી કરાઈ
 • અબુધાબી સ્થિત ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પર મેસેજ મૂક્યા

સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)ની રાજધાની અબુધાબીમાં ‘અલ વાકબા’ નામની જગ્યામાં 20 હજાર વર્ગમીટર જમીનમાં BAPS સંસ્થા દ્વારા ભવ્ય સ્વામિનારાયણ મંદિર બનાવવામાં આવી રહ્યું છે, ત્યારે બીએપીએસ સંસ્થા દ્વારા મંદિરની ફાઈનલ ડિઝાઈન અને હાથથી કોતરેલા નકશીદાર પથ્થરના સ્તંભોની કામગીરી પૂર્ણ કરાઈ છે. આ ઉપરાંત બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (બીએપીએસ)ના જણાવ્યા અનુસાર, આ ભવ્ય મંદિર નિર્માણમાં હિંદુ ગ્રંથનાં મહાકાવ્યો, ધર્મગ્રંથો, પ્રાચીન કથાઓ અને ખાડી દેશોમાં લોકપ્રિય રૂપાંકનોનાં દૃશ્યો મંદિરના અગ્રભાગને સુશોભિત કરાશે. આ અંગે અબુધાબી સ્થિત ભારતીય દૂતાવાસના ઓફશિયલ ટ્વિટર હેંડલ પરથી ટ્વીટ કરીને જાણકારી આપવામાં આવી છે. દૂતાવાસે ‘ભારતમાં આકાર લઈ રહેલા અબુધાબીના પ્રથમ હિંદુ મંદિરનું જટિલ નકશીકામ’ કેપ્શનથી ટ્વીટ કર્યું છે.

મોદીએ શિલાન્યાસ કર્યો હતો
ભારતીય દૂતાવાસના આંકડાઓ પ્રમાણે, યુએઈમાં 26 લાખ ભારતીય રહે છે, જે ત્યાંની વસતિનો 30% ભાગ છે. યુએઈ સરકારે અબુધાબીમાં ‘અલ વાકબા’ નામની જગ્યાએ BAPSને 20,000 વર્ગમીટરની જમીન આપી હતી, જે અબુધાબીથી 30 મિનિટના અંતરે છે. નરેન્દ્ર મોદીએ 2018માં પોતાના દુબઈના બે દિવસીય પ્રવાસ દરમિયાન ત્યાંના ઓપેરા હાઉસમાં વિડિયો-કોન્ફરન્સિંગ દ્વારા આ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો