ભારતી આશ્રમ વિવાદ:હરિહરાનંદ ભારતીજીને શોધનારા અનુયાયીએ કહ્યું, ‘બાપજી અશક્ત હતા, કંઇ બોલી શકતા ન હતા, માત્ર ઇશારા કરતા હતા’

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
વજુભાઈ મકવાણા, અનુયાયી - Divya Bhaskar
વજુભાઈ મકવાણા, અનુયાયી
  • બાપજીને ઉઠાડતાં ઓળખતા ન હોય તેવું વર્તન કર્યું - વજુભાઈ મકવાણા

હરિહરાનંદજીને શોધનારા મુંબઇના અનુયાયી વજુ મકવાણા સાથે દિવ્ય ભાસ્કરે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ‘હું મુંબઈ ખાતે રહું છું અને વેપાર કરું છું. વર્ષોથી જુનાગઢ ભારતી આશ્રમ સાથે સંકળાયેલો છું. હું અન્ય બે અનુયાયીઓને લઈને મહારાજને શોધવા માટે મારી કાર લઈને બોરીવલી, દહીસર થઈ ચારોટી-મનોર ચેકપોસ્ટ પહોચ્યો હતો. ત્યાંથી ત્રંબકેશ્વર જવાના રસ્તે હું રાતના આસપાસના ગામોમાં તપાસ કરતા કરતા પસાર થયો હતો. હરિહરાનંદ મહારાજના ત્રંબકેશ્વરમાં સંપર્કો હોવાથી મને લાગતું હતું કે, વડોદરા થી નિકળ્યાં બાદ તેઓ ત્રંબકેશ્વર ગયા હોઇ શકે.’

હરિહરાનંદ સ્વામી
હરિહરાનંદ સ્વામી

‘કપડું દૂર કરતા બાપજી મળી આવ્યાં’
આગળ જણાવાતા તેઓ કહે છે કે, ‘ત્યારે મંગળવારની રાતે મહારાષ્ટ્ર-ગુજરાતની સરહદ પર આવેલા જ્વાહર ગામ નજીક બસ સ્ટેન્ડની બાજુમાં એક નાનકડાં કેબિનના ઓટલા પર કોઈક લાલ કપડું ઓઢીને સુતું હોય તેવું મને ચાલુ કારે દેખાયું હતું. પરિણામે મેં થોડીક આગળ પહોંચી કાર થોભાવી હતી અને કાર રિવર્સમાં લઈ કોણ સુતું છે તે તપાસ કરવા કાર નીચે ઉતર્યો હતો. મે કપડું દુર કરતા જ બાપજી મળી આવ્યાં હતાં. અગાઉ બાપજી સાથે મારી અનેક વખત મુલાકાત થઈ હોવા છતા બાપજીને ઉઠાડતા જ મને જાણે ઓળખતા ન હોય તેવું વર્તન કર્યું હતું.’

શરીરમાં કમજોરી આવી ગઈ હતીઃ અનુયાયી
વધુમાં જણાવે છે કે, ‘તેઓ ઉઠ્યા કાંઈ પણ બોલતા ન હતાં. માત્ર ઈશારા કરતા હતાં અંતે અમે તમને દવાખાને લઈ જવા માટે આવ્યાં છીએ, અમારી સાથે ચાલો. તેવું કહેતા તેઓ ઉભા થવા ગયા હતાં ત્યારે મને લાગ્યું કે તેમને બે દિવસથી કાંઈ ખાધુ-પીધુ નહીં હોય અને ગરમીના કારણે તેમને શરીરમાં કમજોરી આવી ગઈ હશે. તેથી અન્ય બે અનુયાયીઓની મદદ લઈ અમે તેમને કારમાં બેસાડ્યાં હતાં. સૌ પ્રથમ અમે વડોદરા પોલીસને બાપજી મળી ગયા હોવાની જાણકારી આપી હતી.’

30 એપ્રિલથી ગુમ હતા ભારતીજી
મહામંડલેશ્વર હરિહરાનંદ સ્વામીજી 30 એપ્રિલના રોજ વડોદરાથી ક્યાંક ચાલ્યા જતા ત્રણ દિવસ બાદ બુધવારે વહેલી સવારે ગુજરાત-મહારાષ્ટ્ર બોર્ડર પર પાલઘર જિલ્લાના જ્વાહર ગામના બસ સ્ટેન્ડ પાસે કેબિનના ઓટલા પર લાલ કપડું ઓઢીને સુતેલા જોવા મળ્યાં હતાં. અનુયાયીએ શંકા જતા મોઢા પરથી કપડું હટાવતા બાપજી મળી આવ્યાં હતાં.

આ પણ વાંચો: ભારતી આશ્રમ વિવાદ:હરિહરાનંદ ભારતીજીને શોધનારા અનુયાયીએ કહ્યું, ‘બાપજી અશક્ત હતા, કંઇ બોલી શકતા ન હતા, માત્ર ઇશારા કરતા હતા’

3 ટીમ શોધવા માટે કામ લાગી હતી
ડિસીપી યશપાલ જગાણીયાએ જણાવ્યું હતું કે, ગરૂડેશ્વર તાલુકાના ગોરા ગામ પાસે આવેલા ભારતીબાપુના આશ્રમના હરીહરાનંદ ભારતીજી મહારાજ 30 એપ્રીલના રોજ રાતે કપુરાઈ ચોકડીથી ચાલતા ક્યાંક નિકળી ગયાં હતાં. સીસીટીવી ફુટેજ તપાસતા તેઓ સુરત તરફના માર્ગ પર જતા દેખાયા હતાં. પોલીસ અને ક્રાઈમ બ્રાંચની 5 ટીમો મહારાજને શોધવા માટે કામે લાગી હતી. દરમિયાન મહારાજના જેટલા સેવકો અને અનુયાયીઓ સુરત થી મુંબઈ સુધી રહે છે તેમને પણ મહારાજને શોધવા જણાવ્યું હતું. મુંબઈના અનુયાયીઓને મહારાજ નાસીક નજીક જ્વાહર ગામના બસ સ્ટેન્ડ પાસે સુતાં મળી આવ્યાં હતાં. અનુયાયીઓએ આ અંગે પોલીસનો સંપર્ક કર્યો હતો અને મહારાજને લઈને વડોદરા આવવા નિકળ્યાં હતાં.

માનસિક દબાણ અનુભવતા હોવાથી નીકળી ગયા હતા
​​​​​​​ક્રાઈમ બ્રાંચની એક ટીમે કરજણ ટોલનાકાથી તેમને એસ્કોર્ટ કરી બપોરે આશરે 1 વાગે ક્રાઈમ બ્રાંચ લઈ આવી હતી. જ્યાં નિવેદન નોંધી પોલીસ એસકોર્ટ સાથે જુનાગઢ ભારતી આશ્રમ જવા રવાના થયા હતાં. નિવેદનમાં તેમણે આશ્રમના સંપત્તિના વિવાદને કારણે માનસીક દબાણ અનુભવતા હોય નિકળી ગયા હોવાનું જણાવ્યું હતું. મહારાજ કપુરાઈ ચોકડીથી થોડે દુરથી ટેમ્પામાં બેસીને મહારાષ્ટ્રના મનોર સુધી ગયા હતાં. જ્યાંથી તેમને ત્રંબકેશ્વર જવાનું હોવાથી તેઓ અલગ અલગ કાર કે બસમાં બેસીને જ્વાહર સુધી પહોચ્યાં હતાં. ત્રંબકેશ્વર તેઓ કોઈક આશ્રમમાં રહેવાના હતાં.