તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધ:‘ભાયલી વિસ્તાર હમારા હૈ’નાં બેનરો અને ભગવા ઝંડા લાગ્યાં

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • લઘુમતી કોમના પરિવારોને આવાસ ફાળવાતાં વિરોધ વકર્યો
 • અવેરનેસ ગ્રૂપના હોદ્દેદારો અને સભ્યો સામે ગુનો નોંધવા માગ

ભાયલીમાં આવાસ યોજનામાં લઘુમતી પરીવારના 126 પરિવારોને મકાન ફાળવવાના વિરોધમાં વિસ્તારના 200 ફ્લેટ તેમજ સોસાયટીઓના મુખ્ય ગેટ પર ‘ભાયલી વિસ્તાર હમારા હૈ’ના બેનરો લગાવાયા છે. આ ઉપરાંત મુખ્ય માર્ગો પર વીજળીના થાંભલા તેમજ બિલ્ડિંગો પર ભગવા ઝંડા લગાવીને ભાયલી વિસ્તાર સંપૂર્ણ હિંદુ બહુલ વિસ્તાર હોવાનું જણાવી સ્થાનિક રહીશોએ વિરોધ પ્રગટ કર્યો હતો.લઘુમતી કોમના પરિવારોને મકાનો ફાળવાયાં છે તેમણે પોલીસ કમિશનરને જણાવ્યું હતું કે, મકાનો મુસ્લિમોને ફાળવતા ભાયલીનાં કેટલાંક કોમવાદી તત્ત્વો દ્વારા અવેરનેસ ગ્રૂપના નામે વિરોધ કરાઈ રહ્યો છે, જે ગેરકાયદે તેમજ ગેરબંધારણીય છે.અઝીઝ ડાંગીવાલા દ્વારા પોલીસ કમિશનરને લેખિતમાં અપાયેલી ફરિયાદ અનુસાર, ભાયલીમાં સરકારી આવાસમાં ડ્રો કરી 126 જેટલા મુસ્લિમ પરિવારોને મકાનોની ફાળવણી કરાઇ છે. જેની સામે દ્વેષભાવ રાખી ભાયલી અવેરનેસ ગ્રૂપના હોદ્દેદારો, સભ્યો તેમજ તેમાં સામેલ ટોળાએ હિંદુ-મુસ્લિમ કોમ વચ્ચે વૈમનસ્ય ઊભું થાય, તોફાનો ફાટી નીકળે તેવા જાહેરમાં સૂત્રોચ્ચાર પ્લેકાર્ડ પર લખી બહુમતી સમાજને મુસ્લિમો વિરુદ્ધ ભડકાવવાનું ગુનાહિત કૃત્ય કર્યું છે. જેથી આ ગ્રૂપના હોદ્દેદારો તેમજ સભ્યો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવા માગ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો