તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:કર્મચારીઓને ચૂંટણીની ફરજ સોંપાતાં બેંકોમાં કામકાજ ઠપ

વડોદરા21 દિવસ પહેલા
 • કૉપી લિંક
શહેરની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના કર્મચારીઓને ચૂંટણી પ્રક્રિયાની ટ્રેનિંગમાં મોકલતા હરણી અને સમા તળાવ સામેની બ્રાન્ચ બંધ રાખવામાં આવી હતી. જેના કારણે ગ્રાહકોને ધક્કો પાડયો હતો. - Divya Bhaskar
શહેરની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના કર્મચારીઓને ચૂંટણી પ્રક્રિયાની ટ્રેનિંગમાં મોકલતા હરણી અને સમા તળાવ સામેની બ્રાન્ચ બંધ રાખવામાં આવી હતી. જેના કારણે ગ્રાહકોને ધક્કો પાડયો હતો.
 • ચૂંટણી પ્રક્રિયા પૂરી નહીં થાય ત્યાં સુધી બેંકિંગ ક્ષેત્રે અસર

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2021માં નેશનલાઈઝ બેંકોના કર્મચારી-અધિકારીઓને પણ ચૂંટણીની કામગીરી સોંપવામાં આવી છે. જેમાં બુધ-ગુરૂ બે દિવસ ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત બેંક કર્મચારીઓની ટ્રેનિંગ રખાઇ હતી. જેના પગલે બુધવારે એસબીઆઈ,બીઓબી સહિતની નેશનલાઈઝ બેંકની નાની-મોટી બ્રાંચની બહાર શાખાનું કામ-કાજ બંધ હોવાના બોર્ડ વાગી ગયા હતાં.

બેકિંગ પ્રક્રિયા માટે દિવસ દરમિયાન બેંકોમાં આવેલા ખાતેદારોએ બેંકનું કામકાજ બંધ હોવાના પાટીયા જોતા તેમને બેંકમાં હાજર એકલ-દોકલ કર્મચારીઓને પૂછપરછ કરતા મોટાભાગના કર્મચારીઓ ચૂંટણીની કામગીરીમાં જોડાયેલા હોવાથી બેંકનું કામકાજ બંધ હોવાનું જાણવા મળ્યું હતું. ખાતેદારો પોતાના કામ-કાજ વગર જ ઘરે પરત ફર્યાં હતાં. એસબીઆઈના અધિકારીએ જણાવ્યું હતું કે, દર વખતે ચૂંટણી હોય છે ત્યારે નેશનલાઈઝ બેંકોના કર્મચારીઓને ચૂંટણી કાર્યમાં જોડવા કલેક્ટરનો આદેશ હોય છે. જે આદેશને અનુસરીને શહેરમાં આવેલી એસબીઆઈ સહિતની નેશનલાઈઝ બેંકના કર્મચારીઓને ચૂંટણી કાર્યમાં જોડવામાં આવ્યાં છે.જેથી ચૂંટણી પ્રક્રિયા પુરી નહી થાય ત્યાં સુધી બેંકીગ ક્ષેત્રે અસર પહોચશે.

જોકે કલેક્ટર કચેરીના અધિકારીએ જણાવ્યું હતું કે, અમે બેંકના કર્મચારીઓની બુધ અને ગુરૂવાર બે દિવસ ટ્રેનિંગ ગોઠવી છે. જેમાં બંને દિવસ બે ભાગમાં કર્મચારીઓને ટ્રેનિંગ આપી રહ્યાં છે. જેથી બુધવારે ટ્રેનિંગ લઈ ગયેલા કર્મચારીઓ ગુરૂવારે બેંકમાં કામ કરી શકે, અને ગુરૂવારે નક્કી કરેલા કર્મચારીઓ ટ્રેનિંગ લેવા આવશે.જ્યારે 20 ફેબ્રુઆરી શનિવારે ટ્રેનિંગ નો દિવસ રહેશે, આ એક દિવસ પુરતું જ બેંકીંગ ક્ષેત્રે અસર પહોચી શકે છે. ત્યાર બાદ તુરંત 21 ફેબ્રુઆરીના રોજ રવિવારે મતદાનના દિવસે ચૂંટણી કાર્યમાં જોડાવાનું રહેશે.રવિવાર હોવાથી બેંકમાં રજા હોય છે.

માર્ચ મહિનામાં બેંકોની હડતાળ, તા. 11થી 16 સુધી બેંક બંધ રહેશે
ખાનગીકરણના મુદ્દે નેશનલાઈઝ બેંકોએ માર્ચ 15-16ના રોજ હડતાળ પર ઉતરવાનું નક્કી કર્યું છે. ત્યારે 13 માર્ચે બીજો શનિવાર, 14 માર્ચે રવિવાર અને 11 માર્ચે શિવરાત્રીનો તહેવાર આવતો હોવાથી માર્ચ મહિનામાં હડતાળ અને જાહેર રજાના કારણે બેંકો પાંચ દિવસ બંધ રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો