તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:4 દિવસ બેંકો બંધ, 1500 કરોડના વ્યવહાર અટવાશે

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • શનિ-રવિ, ધુળેટી અને 1 એપ્રિલે ક્લોઝિંગની રજા

હોળી-ધુળેટીનો તહેવાર અને ક્લોઝિંગને પગલે 4 દિવસ બેંકિંગ કામગીરી બંધ રહેતાં 1500 કરોડ વ્યવહારોને અસર પહોંચશે. જેમાં 27 માર્ચે ચોથો શનિવાર, 28 માર્ચે રવિવાર, હોળી અને 29 માર્ચે ધુળેટી હોવાથી બેંકો બંધ રહેશે.

30 અને 31 માર્ચે બેંક ચાલુ રહેશે. 31 માર્ચે નાણાકીય વર્ષના સેટલમેન્ટ હોવાથી બેંક રાતના 10 વાગ્યા સુધી કામ કરશે. જેમાં ચેક ક્લીયરન્સથી માંડી અન્ય નાણાકીય વ્યવહારો થઈ શકશે. જ્યારે 1 એપ્રિલે એકાઉન્ટ ક્લોઝિંગ દિવસ હોવાથી બેંકો તો ચાલુ રહેશે, પરંતુ નાણાકીય વ્યવહારો નહંીં થાય.

દર વર્ષે 31 માર્ચ નાણાકીય વર્ષના સેટલમેન્ટ તેમજ 1 એપ્રિલે એકાઉન્ટ ક્લોઝિંગના દિવસે એટીએમના સર્વર ડાઉન રહેતા હોય છે. જેના કારણે એટીએમમાંથી રૂપીયા નીકળતા પણ વાર લાગતા હોય છે. ઘણી વખત 31 માર્ચ અને 1 એપ્રિલના દિવસે મોટાભાગના એટીએમમાં રૂપિયા પણ નીકળતા હોતા નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો