ખાનગીકરણનો વિરોધ:બેંક કર્મીની હડતાળ ATMમાં ‘રોકડ નથી’નાં પાટિયાં લાગ્યાં

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આજે પણ બેંકો બંધ રહેશે

જાહેરક્ષેત્રની બેંકોનું ખાનગીકરણ રોકવા માટે યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન દ્વારા 16 અને 17 ડિસેમ્બર હડતાળની જાહેરાત કરી છે.હડતાળના પહેલા દિવસે એસ.બી.આઈ,બી.ઓ.બી,પંજાબ નેશનલ બેંક સહિતની મોટી બેંકોની બહાર બે દિવસ હડતાળ હોવાથી બેંકો બંધ રહેશે તેવા પાટીયા લગાવેલા જોવા મળ્યાં હતાં.હડતાળના પગલે જે વેપારીઓ ચેક થી લેવડ-દેવડ કરી રહ્યાં છે તેમના પૈસા પણ અટવાઈ ગયા હતાં. બે દિવસ બેંકો બંધ રહેતા શહેરમાં અંદાજીત 600 કરોડના ક્લિયરન્સ અટકી પડવાની સંભાવના છે.

શુક્રવારના રોજ બેંકોની હડતાળનો બીજો દિવસ છે. માંડવી બેંક ઓફ બરોડા બ્રાંચમાં હડતાળના દિવસોમાં પણ એટીએમ બંધ હોવાથી વેપારીઓને રોકડ ઉપાડવા માટે અન્ય બ્રાંચના એટીએમ સેન્ટરના ધક્કા ખાવાનો વારો આવ્યો હતો. કેટલાક સ્થળે તો એટીએમમાં રોકડ ન હોવાના પાટીયા પણ લાગેલા હતા.

અન્ય સમાચારો પણ છે...