તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગ્રાહકોની કફોડી હાલત:બેંક ઓફ બરોડાની માંડવી બ્રાંચ બંધ રખાતાં ખાતેદારો અટવાયા, જરૂરિયાતો માટે રૂપિયા કેવી રીતે ઉપાડવા

વડોદરા9 મહિનો પહેલા
 • કૉપી લિંક

બેંક ઓફ બરોડાની માંડવી બ્રાંચ બંધ કરાતા તેના વર્ષો જૂના ખાતેદારો નાણા ઉપાડી શકતા અટવાઇ ગયા છે. કારણ કે આ બ્રાંચના બે કર્મચારીઓનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બુધવારે સવારે આ મુદ્દે બેંકના ખાતેદારો જેમાં મોટાભાગના સિનિયર સિટિઝન્સ વૃદ્ધો અને જરૂરિયાતમંદ લોકો બેંક આગળ એકઠા થયા હતા. માંડવી વિસ્તારની જગમાલની પોળ, દલાપટેલની પોળ મહેતાપોળ જેવી પોળ અને મોહલ્લામાં રહેતા આ એવા લોકો હતા જેમની ઘરે રહેલી બચતો ખલાસ થઇ ગઇ છે અને રોજિંદી જરૂરિયાતો માટે રૂપિયાની જરૂર છે.

ખાતેદારોનું કહેવું છે કે, માત્ર બે કર્મચારીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સેનેટાઇઝેશન અને જરૂરી સાવધાની, સાવચેતીના પગલાં લઇને બેંક ચાલુ રાખવી જોઇએ. બે કર્મચારીઅોને કોરોના થવાથી આખી બેંકને જાણે બાનમાં લેવાની શું જરૂર છે.  જગમાલની પોળમાં રહેતા 75 વર્ષીય મુકુંદ પરીખે જણાવ્યું કે,  બેંક બંધ હોવાથી પાડોશીઓ પાસેથી 100-200 રૂપિયા ઉધાર કમને લેવા પડે છે તેઓ આપે છે પણ તેમને વાયદો કર્યો હોય તો આપવા તો પડેને ? બેંક બંધ છે, મારે મારી બચતમાંથી પૈસા ઉપાડવા હોય તો ઉપાડી શકતો નથી.જયારે દલાપટેલની પોળના રમેશ સોનીએ જણાવ્યું હતું કે બેંક 9થી 10 દિવસથી બંધ છે. મારા ઘરે પણ રૂપિયાની જરૂરિયાત છે.પરંતુ ઉપાડવાના કયાં જવુ?

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો